હવેથી લોન લેવા ડાયલ કરો 100 નંબર, સુરત પોલીસ અપાવશે લોન
લોન લેવા માટે ડાયલ કરો 100 નંબર: સુરત પોલીસનો નવતર પ્રયોગ
સુરત શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તે મુજબ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે પોલીસે જરૂરિયાત મંદ લોકો વ્યાજખોરના ચુંગાલમાં ન ફસાઈ તે માટે એક નવો પ્રયાસ હાથ ધર્યો છે. જે મુજબ જે કોઈને પૈસાની જરૂરિયાત હોય તેવા લોકોને પોલીસ લોન અપાવવામાં મદદરૂપ થશે.
સુરત શહેર પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ માટે એક ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું છે કે સુરત પોલીસ હવે લોન લેવામાં મદદરૂપ બનશે. અત્યારે સરકારની કેટલીક એવી સ્કીમ છે જેમાં લગભગ એક વર્ષના 12% જેટલું વ્યાજ લઈને લોન આપી શકાય એમ છે. પરંતુ લોકો વ્યાજ પાસે એટલા માટે જતા હોય છે કે તેઓએ બેંકમાંથી લોન લેવા માટે ઘણા બધા કાગળ તેમજ સિક્યુરિટીની મથામણ હોય છે પરંતુ હવેઅમે એ નક્કી કર્યું છે કે જે વ્યક્તિ ૧૦૦ નબર પર લોન માટે ફોન કરશે તો તેની માહિતી અમે બેંક અધિકારી સાથે શેર કરીશું અને બેંક અધિકારીઓ તેની એલીઝીબલીટીની ચકાસણી કરી તે વ્યક્તિ યોગ્યતા ધરાવતો હશે તો લોન મળશે.
વધુમાં પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે વ્યાજખોરોના દુષચક્રમાં ફસાઈને કોઈ પરિવાર અથવા વ્યક્તિ ડીપ્રેશનમાં આવે કે આપઘાત કરી લીધા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.જે ખુબ ગંભીર બાબત હોય કોઈ પણ ચ્યક્તી આમ વ્યાજખોરના ચુંગલમાં ફસાઈને આ પ્રકારનું પગલું ન ભરે તે માટે આ એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વ્યાજ ખોરો સામેલની ઝુંબેશમાં અત્યાર સુધી ૧૬૫ જેટલા ઈસમો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે