હવે ભારતમાં પણ આકાશમાં દેખાશે ફ્લાઈંગ ટેક્સી : માણસ પણ હવામાં ઉડી શકશે

Now flying taxi will appear in the sky in India too: Man can also fly in the air

Now flying taxi will appear in the sky in India too: Man can also fly in the air

ટૂંક સમયમાં આપણે ઓફિસ (Office)માટે ઉડાન ભરી શકીશું. કારણ કે ફ્લાઈંગ(Flying) ટેક્સી ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. તો હવે ટ્રાફિકમાં અટવાઈ જવાની જાળમાંથી મુક્ત થઈશું. આ અનોખી ઇલેક્ટ્રિક એર ટેક્સી 2024 અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. હવામાં ઉડતી ઇલેક્ટ્રિક ટેક્સી કેવી રીતે કામ કરે છે ? તે ક્યારે શરૂ થશે? આવો જાણીએ શું હશે તેનું ભાડું..

એ દિવસો દૂર નથી જ્યારે આપણે આકાશમાં એર ટેક્સીઓ ઉડતી જોઈશું. કારણ કે બેંગ્લોર શહેર નજીક યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા એરો ઈન્ડિયા શોમાં ઈલેક્ટ્રિક એર ટેક્સીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ એર ટેક્સી ખૂબ જ ખાસ છે. હાલમાં તેના ટેસ્ટ ચાલી રહ્યા છે. આ અનોખી ઇલેક્ટ્રિક એર ટેક્સી 2024 અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. હવે જોઈએ આ એરો ટેક્સીના ફીચર્સ શું છે…

દેશની આ પહેલી ઇલેક્ટ્રિક એરો ટેક્સી હશે. આ ટેક્સીની ખાસિયત એ છે કે તેને રનવેની જરૂર નહીં પડે. કારણ કે આ ટેક્સી ઊભી રીતે ટેકઓફ અને લેન્ડ થવાની છે. આ ટેક્સી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. એર ટેક્સી એક સમયે 200 કિમી સુધી મુસાફરી કરી શકે છે. આ ટેક્સી 200 કિલો સુધીનું વજન વહન કરી શકતી હોવાથી પાયલોટ સિવાય બે અન્ય લોકો બેસી શકશે. આ ટૅક્સીમાં લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ સડક માર્ગ કરતાં દસ ગણું ઝડપી થશે. આ ટેક્સીનું ભાડું વર્તમાન ટેક્સી ભાડા કરતાં માત્ર બેથી ત્રણ ટકા વધુ હશે.

એરો જેટ સૂટનું પ્રદર્શન, માણસ હવામાં ઉડશે

આ ટેક્સીને બેંગ્લોરમાં ‘એરો ઈન્ડિયા શો’ દરમિયાન પ્રદર્શિત કરવામાં આવી છે. આ શોમાં એરો જેટ સૂટનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ જેટ સૂટ પહેર્યા બાદ વ્યક્તિ જેટ બની શકે છે અને વ્યક્તિ સીધી હવામાં ઉડી શકે છે. આ જેટ સૂટથી માણસ હવે 50 થી 60 કિમીની ઝડપે હવામાં દસ કિમી સુધીની મુસાફરી કરી શકશે. આ જેટ સૂટ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ 13 ફેબ્રુઆરીએ 14મી એરો ઈન્ડિયા – 2023નું ઉદ્ઘાટન કર્યું છે. જેમાં 100 દેશોના લગભગ 700 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed