ભારતીય રેલ્વેની નવી સેવા:હવે Whatsapp દ્વારા મેળવો સ્વાદિષ્ટ ભોજન તમારી સીટ પર
ભારતીય રેલ્વેના PSU, IRCTC એ રેલ્વે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ માં ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સંચાર શરૂ કર્યો.
ભારતીય રેલ્વેના PSU, ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. (IRCTC) એ ખાસ વિકસિત વેબસાઇટ www.catering.irctc.co.in તેમજ તેની ઇ-કેટરિંગ એપ્લિકેશન ફૂડ ઓન ટ્રેક દ્વારા ઇ-કેટરિંગ સેવાઓ શરૂ કરી છે.
ભારતીય રેલ એ ઈ-કેટરિંગ સેવાઓને ગ્રાહકો સુધી પહોંચાડવાની અને વધુ સુવિધા યુક્ત બનાવવાની દિશામાં એક પગલું આગળબ વધ્યું છે.,ભારતીય રેલએ તાજેતરમાં રેલવે મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ભોજનનો ઓર્ડર આપવા માટે WhatsApp સેવા શરૂ કરી છે. આ માટે બિઝનેસ વોટ્સએપ નંબર +91-8750001323 શરૂ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં, વોટ્સએપ કોમ્યુનિકેશન દ્વારા ઈ-કેટરિંગ સેવાઓના બે તબક્કાના અમલીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં, બિઝનેસ વોટ્સએપ નંબર અને www.ecatering.irctc.co.in લિંક પર ક્લિક કરીને ઈ-કેટરિંગ સેવાઓ પસંદ કરવા માટે ઈ-ટિકિટ બુક કરાવનાર ગ્રાહકને સંદેશ મોકલશે.આ વિકલ્પ સાથે, ગ્રાહકો એપ ડાઉનલોડ કર્યા વગર સીધા જ IRCTCની ઈ-કેટરિંગ વેબસાઈટ દ્વારા સ્ટેશનો પર ઉપલબ્ધ તેમની પસંદગીની રેસ્ટોરાંમાંથી તેમની પસંદગીનું ભોજન બુક કરી શકશે.
સેવાઓના આગળના તબક્કામાં, WhatsApp નંબર ગ્રાહક માટે એક ઇન્ટરેક્ટિવ ટુ વે કોમ્યુનિકેશન પ્લેટફોર્મ બનવા માટે સક્ષમ કરવામાં આવશે જેમાં AI પાવર ચેટબોટ મુસાફરો માટે ઈ-કેટરિંગ સેવાઓની તમામ ક્વેરીનું સંચાલન કરશે અને તેમના માટે ભોજનનું બુકિંગ પણ કરશે.
હાલ આ ,WhatsApp કમ્યુનિકેશન શરૂ કરવા માટે પસંદ કરેલી ટ્રેનો અને મુસાફરો પર ઈ-કેટરિંગ સેવાઓ મ લાગુ કરવામાં આવી છે અને ગ્રાહકોના પ્રતિસાદ અને સૂચનોના આધારે, રેલવે અન્ય ટ્રેનોમાં પણ તેને સક્ષમ કરશે.
IRCTCની વેબસાઈટ તેમજ એપ દ્વારા સક્ષમ ઈ-કેટરિંગ સેવાઓ દ્વારા ગ્રાહકોને એક દિવસમાં અંદાજે 50000 ભોજન પીરસવામાં આવ્યા છે.