વર્લ્ડકપ પહેલા છેલ્લો ચાન્સ : ભારત-ઓસ્ટ્રેલિયામાંથી કોણ બતાવશે દમ ?
ભારત(India) અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ રહી છે અને આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શ્રેણી 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડ કપ પહેલા બંને ટીમો માટે પોતાની તૈયારીઓને મજબૂત કરવાની છેલ્લી તક છે. આ કારણથી ટીમ ઈન્ડિયાએ આ સિરીઝમાં પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવને પ્રથમ બે મેચમાં આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ ટીમનું સુકાન સંભાળશે. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ સંપૂર્ણપણે ફિટ ન હોવાને કારણે પ્રથમ વનડેમાં નહીં રમે.