ગૃહરાજ્યમંત્રીના શહેરની હાઇટેક ગણાતી લાજપોર જેલમાં દરોડા દરમ્યાન લાગી આગ
ગત મોડી રાત્રે રાજ્યભરની જેલ સહિત સુરતની લાજપોર જેલમાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જેલ પર પહોંચી કાર્યવાહી કરે તે દરમ્યાન દરોડાની કાર્યવાહી થાય તે પહેલાં જ લાજપોર જેલના એક બેરેકમા આગ લાગી ઉઠતાં અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.આ અંગે ફાયર સેફ્ટી સાધનો વળે આગ પર જેલ પ્રશાસન દ્વારા જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.પરંતુ આ આગ કયા કારણોસર લાગી તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી.
ગતરોજ સાંજના સમયે ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બે કલાક સુધી મેરાથોન મિટિંગ ચાલી હતી. ત્યારબાદ રાજ્યભરની જેલમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે સુરતની હાઈટેક ગણાતી લાજપોર જેલમાં પોલીસ કાફલો પહોંવ્યો હતો અને કાર્યવાહી શરૂ કરી તે વખતે જ અચાનક એક બરેકમા આગ લાગી જવા પામી હતી.આગ કયા કારણોસર લાગે તે તો હાલ જાણી શકાયું નથી. પરંતુ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ દરોડાની કાર્યવાહી અંગે કેદીઓને જાણ થઈ ગઈ હોય અને આ દરોડાની કાર્યવાહી ખોરવાઈ તે માટે કેડીઓ દ્વારા આ આગ લગાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે ફાયર વિભાગને પૂછવામાં આવતા તેઓને લોજપોર જેલમાં આગનો કોઈ કોલ મળ્યો ન હોવાની વાત જણાવવામાં આવી હતી. તો બીજી તરફ ફાયર સેફટીના સાધનો થકી આગ પર જેલ પ્રશાસન દ્વારા જ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
દરોડાની કાર્યવાહી પહેલા જેલમાં આગ લાગવી અને દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને કેદીઓ વચ્ચે રકઝક થવી એ બાબતે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લેવામાં ગંભીર નોંધ લેવામાં આવી છે.ત્યારે બીજી તરફ સુરતની હાઈટેક ગણાતી લાજપોર જેલના દરેક બરેકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે . જો તે ચેક કરવામાં આવે તો આગ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય તેમ છે. હાલ આ મામલે જેલ પ્રશાસન દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી બહાર પાડવામાં આવી નથી પરંતુ દરોડાની કાર્યવાહી અને આગના વિડીયો સામે આવતા ગૃહરાજ્યમંત્રીના શહેરની હાઈટેક ગણાતી લાજપોર જેલ પ્રશાસન ની ગંભીર ,બેદરકારી પણ સામે આવિ છે.ત્યારે હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
લાજપોર જેલમાં દરોડા દરમિયાન રકઝક થતાં પોલીસ ફોર્સ બોલાવવી પડી
સુરતનું લાજપોર સેન્ટ્રલ જેલમાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે દરોડા પાડવામાં આવતા લાજપોર જેલમાંથી અંદાજિત 06 મોબાઈલ ફોન મળી આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત ગાંજા અને અફીમ ની પડીકી મળી આવી હોવાનું પણ સામે આવ્યું છે.લાજપોર સેન્ટ્રલ જેલમાં મોડી રાત્રે સાડા ત્રણ કલાક સુધી દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી.તે દરમ્યાન રમઝાન બેરેકમાં બબાલ થતા વધુ પોલીસ ફોર્સ પણ બોલાવવી પડી હતી. તો બીજી તરફ જો રાજકોટ જેલમાંથી મોબાઇલ અને ગાંજા ઓફિસના પડેગા મળી આવ્યા હોય તો સવાલ એ ઊભો થાય છે કે જેલમાં આટલી સુરક્ષા હોવા છતાં કેદીઓ જેલની અંદર કઈ રીતે મોબાઈલ ફોન અને ખાવાની ચીજવસ્તુઓ લઈ જાય છે..જેલના ગેટ પર ચેકિંગ કરવામાં આવે છે, તેઓ તારીખે કોર્ટમાં લાવવામાં આવે છે ત્યારે પણ પોલીસ ગાર્ડ તેમની સાથે હોય છે, તો પછી આ આટલી ગંભીર બેદરકારી પાછળ જવાબદાર કોણ?
ઉલ્લેખનીય છે કે રાજ્યભરની જેલોમાં પાડવામાં આવેલા દરોડા પાછળયુપીના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો, છતાં ઉત્તર પ્રદેશમાં એક શખસની હત્યા કરાવી હતી. તેણે વોટ્સએપ કોલથી વાત કર્યા હત્યા કરાયાના આઈબી ઈનપૂટ મળ્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે