Cricket: એશિયા કપના સુપર-4માં ભારતે હોંગકોંગને 40 રનથી હરાવ્યું, કોહલી ફોર્મમાં પાછો ફર્યો; સૂર્યાએ 26 બોલમાં 68 રન બનાવ્યા હતા

0

અફઘાનિસ્તાન બાદ ટીમ ઈન્ડિયા એશિયા કપના ટોપ-4માં સ્થાન મેળવનારી બીજી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમે તેની બીજી લીગ મેચમાં હોંગકોંગને 40 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેણે 26 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી અણનમ 68 રન બનાવ્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 261 હતો. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 44 બોલમાં 59 રન બનાવીને અણનમ રહ્યો હતો. વિરાટે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. કેએલ રાહુલે 39 બોલમાં 36 અને કેપ્ટન રોહિત શર્માએ 13 બોલમાં 21 રન બનાવ્યા હતા.

જવાબમાં હોંગકોંગે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા, અર્શદીપ સિંહ અને અવેશ ખાનને એક-એક વિકેટ મળી હતી.

સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ 42 બોલમાં 98 રનની ભાગીદારી કરી હતી.

જાડેજાનો શાનદાર થ્રો
રવિન્દ્ર જાડેજાને શા માટે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર કહેવામાં આવે છે, તેણે હોંગકોંગ સામે તેના અદ્ભૂત સાથે જણાવ્યું. અર્શદીપ સિંહનો 6ઠ્ઠી ઓવરનો છેલ્લો બોલ ફ્રી હિટ હતો અને નિઝાકત ખાન મોટો શોટ રમવા માંગતો હતો, પરંતુ તે તેમ કરી શક્યો ન હતો અને બોલને પોઈન્ટ પર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રવિન્દ્ર જાડેજા ત્યાં જ ઊભો હતો. તેણે સીધો થ્રો માર્યો અને નિઝાકતને પેવેલિયનમાં મોકલી દીધો.

આ પછી તેણે પોતાની શાનદાર બોલિંગથી બાબર હયાતને 41 રન પર આઉટ કર્યો હતો.

નિઝાકત રવિન્દ્ર જાડેજાના શાનદાર થ્રો પર રનઆઉટ થયો હતો.
વિરાટ કોહલીએ ટી-20 ક્રિકેટમાં 6 મહિના અને 11 ઈનિંગ્સ બાદ અડધી સદી ફટકારી છે.

કોહલીએ 6 મહિના અને 11 ઇનિંગ્સ બાદ અડધી સદી ફટકારી છે. વિરાટે છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝ સામે 18 ફેબ્રુઆરી 2022ના રોજ અડધી સદી ફટકારી હતી. તે મેચમાં તેણે 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. કોહલીએ 32 મહિના બાદ T20 ક્રિકેટમાં સતત 3 મેચમાં 10થી વધુ રન બનાવ્યા છે. છેલ્લી વખત જાન્યુઆરી 2020 માં સતત 3 મેચમાં તેના બેટમાંથી 10 થી વધુ રન આવ્યા હતા.

મેચમાં ધમાકેદાર બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે 261.53ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *