કપિલ દેવનો 31 વર્ષનો રેકોર્ડ તોડશે જસપ્રીત બુમરાહ ?
જ્યાં ટીમ ઈન્ડિયાના(Team India) તમામ બેટ્સમેનો વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે બોલરો પણ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. જો બુમરાહ બાંગ્લાદેશ સામેની આગામી મેચમાં સમાન પ્રદર્શનનું પુનરાવર્તન કરશે તો તે વિશ્વ ચેમ્પિયન કપિલ દેવનો 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખશે. બુમરાહ હવે આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયો છે. એવી અપેક્ષા છે કે તે આગામી મેચમાં મહાન ક્રિકેટર કપિલ દેવને પાછળ છોડી દેશે.
ઘણા મહિનાઓની ઈજા બાદ વાપસી કરી રહેલો જસપ્રીત બુમરાહ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં છે. બેટ્સમેનોને તેના બોલમાં કોઈ વિરામ દેખાતો નથી. તેણે પ્રથમ ત્રણ મેચમાં જ 8 વિકેટ ઝડપી છે. જેના કારણે તે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને છે.
બુમરાહ કપિલ દેવનો આ રેકોર્ડ તોડી શકે છે
જસપ્રીત બુમરાહે અત્યાર સુધી વર્લ્ડ કપમાં ભારત માટે કુલ 12 મેચ રમી છે, જેમાં તેણે 26 વિકેટ ઝડપી છે. તે બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપમાં તેની 13મી મેચ રમશે. જો બુમરાહ આ મેચમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહેશે તો તે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખશે. કપિલ દેવ પણ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં સામેલ છે, જેમણે 1979-1992 દરમિયાન 28 વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ઝહીર ખાન – 44
જવાગલ શ્રીનાથ – 44
મોહમ્મદ શમી – 31
અનિલ કુંબલે – 31
કપિલ દેવ – 28
જસપ્રિત બુમરાહ – 26