જય વિજ્ઞાન, જય અનુસંધાન : ISRO કમાન્ડ સેન્ટર જશે પીએમ નરેન્દ્ર મોદી

Jai Vigyan, Jai Anusandhan: PM Narendra Modi will go to ISRO command center

Jai Vigyan, Jai Anusandhan: PM Narendra Modi will go to ISRO command center

બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા હતા. પીએમ મોદી ઈસરોના (ISRO) કમાન્ડ સેન્ટર પર પહોંચીને ચંદ્રયાન 3 મિશનના વૈજ્ઞાનિકોને મળશે અને ચંદ્રયાન-3ની સફળતા માટે અભિનંદન પાઠવશે. આ પહેલા પીએમ મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે ચંદ્રયાન-3ની સફળતા પર દેશને ગર્વ છે. વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે. આ દરમિયાન તેમણે નારા આપ્યા- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. ભાષણ બાદ પીએમ મોદીએ નાનો રોડ શો પણ કર્યો હતો.

 

પીએમ મોદીએ કહ્યું કે મેં ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે જ્યારે હું બેંગલુરુ આવીશ ત્યારે તમને મળવા ચોક્કસ આવીશ. મારું મન તમારી પાસે આવવા માટે ખૂબ ઉત્સુક છે. ચંદ્રયાનની સફળતાની ક્ષણને આજે પણ દેશવાસીઓ એ જ જોશ અને ઉત્સાહ સાથે જીવી રહ્યા છે. ઈસરોની આ સિદ્ધિનો સમગ્ર વિશ્વમાં ઉલ્લેખ થઈ રહ્યો છે.

 

પીએમે ઈસરોના વડાને ફોન પર અભિનંદન પાઠવ્યા

ચંદ્રયાન-3ના ચંદ્ર પર ઉતર્યા બાદ પીએમ મોદીએ ત્યાંથી ત્રિરંગો લહેરાવીને ઈસરોના વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે ઈસરો ચીફ એસ સોમનાથ અને તેમની સમગ્ર ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ, આજે પીએમ મોદી એ તમામ વૈજ્ઞાનિકોને રૂબરૂ મળશે જેમણે વિશ્વમાં ભારતનું માથું ઊંચું કર્યું છે.

મળતી માહિતી મુજબ પીએમ મોદી ભારતના મહત્વકાંક્ષી માનવરહિત ચંદ્ર મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોની ટીમને પણ સંબોધિત કરશે. આ ઉપરાંત ઈસરોના ભાવિ પ્રયાસો પર પણ ચર્ચા કરવામાં આવશે. ગ્રીસમાં ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવીને ભારતે દુનિયાને પોતાની ક્ષમતા બતાવી.

ગ્રીસમાં PM મોદીએ શું કહ્યું?

ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરેક વ્યક્તિ ઉજવણી સમયે તેના પરિવારના સભ્યોની વચ્ચે રહેવા માંગે છે. હવે હું મારા પરિવારના સભ્યોમાં છું. તેમણે કહ્યું કે ભારતને આ સફળતા માટે દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. દરેક જગ્યાએ ભારતીયોને અભિનંદન સંદેશો મળી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ બની ગયો છે.

દિલ્હીમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે

મળતી માહિતી મુજબ પીએમ મોદી ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે. PM મોદી લગભગ 11.30 વાગ્યે પાલમ એરપોર્ટ પહોંચશે. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. દિલ્હી ભાજપના 10,000થી વધુ કાર્યકરો પીએમને આવકારવા એરપોર્ટ પહોંચશે. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે પાલમ એરપોર્ટ નજીક ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

ભારતે 23 ઓગસ્ટે ઈતિહાસ રચ્યો હતો

23 ઓગસ્ટે ભારતે ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતારીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3 સાંજે 6.40 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. વિશ્વભરના દેશોએ ભારતને આ મહાન સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ પછી, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો. આ સાથે જ ભારત ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા (સોવિયત યુનિયન) પણ ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે.

Please follow and like us: