સૂરતમાં ભર ઉનાળે ચોમાસુ જામ્યું, વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડયો

0

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવનાં કારણે જિલ્લામાં ગઈકાલ મોડી સાંજે સુરત શહેરી તેમજ જિલ્લાનાં અનેક સ્થળોએ હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.શહેરમાં વીજળી ના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો તો બીજી બાજુ આ માવઠાનાં કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. હોળીનાં દિવસે અને કાલે અઠવાડિયામાં બીજીવાર માવઠુ પડતાં કેરીના પાકને નુકસાન પહોચ્યું છે.

હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા આજે એક અઠવાડીયામાં જ બીજી વખત વાતાવરણના ફેરફારમાં કાલે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના પડતા પાકને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.મોડી સાંજે શહેરમાં વાતવરણમાં બદલાવ આવ્યો હતો, અંધકારમય માહોલમાં, ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કયાંક હળવાથી મધ્યમ વરસાદને પગલે વરસાદ

ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ખાસ કરીને જોવા જઇએ તો હાલમાં ઘણા સ્થળોએ શેરડીની કાપણીની સિઝન ચાલી રહી છે, કેટલાક ખેડુતોએ શેરડી સળગાવી નાંખી હતી, અને હવે તેની કાપણી કરાવવાની બાકી હતી ત્યારે જ વરસાદ વરસતા ખેતરમાં કાદવ થઈ ગયો હતો.જેથી શેરડીના પાકને નુકશાન પહોંચ્યું છે. એજ રીતે આંબા પર લાગેલો મોર અને કેરીનાં મોરવા પણ હવા અને વરસાદ વચ્ચે ખરી પડતામોટુ નુકશાન પહોંચ્યુ છે.

ઉલ્લેખનીય છે કે મોડી સાંજે સુરતનાં રાંદેર, અડાજણ, ડીંડોલી, કામરેજ, કડોદરા, ઓલપાડ તાલુકા સહિતનાં વિસ્તારમાં સાંજના સમયે અચાનક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ, અને ત્યારબાદ વીજળીના કડાકા સાથે ગાજવીજ સાથે માવઠુ પડતા લોકોએ ભર ઉનાળામાં ચોમાસાનો અનુભવ કર્યો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *