ઈસરોનું આગામી મિશન ગગનયાન : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતો રોબોટ “વાયુમિત્ર” મોકલશે

Isro's Next Mission Gaganyaan: Will Send Artificial Intelligence Robot "Vayumitra"

Isro's Next Mission Gaganyaan: Will Send Artificial Intelligence Robot "Vayumitra"

ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારત માનવ મિશન માટે તૈયાર છે. ગગનયાનનું પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. આ માટે, પેરાશૂટ પરીક્ષણ સફળ રહ્યું છે, પરંતુ આ મિશન પહેલા, ભારત 2024 ની શરૂઆતમાં જ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ ‘વાયુમિત્ર’ને અવકાશમાં મોકલશે. અવકાશ અને પરમાણુ ઉર્જા રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે આ માહિતી આપી છે.

સ્વતંત્ર પ્રભારી રાજ્ય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે PM મોદીએ અવકાશ ક્ષેત્ર પરની ગુપ્તતાનો પડદો હટાવીને તેને જાહેર ક્ષેત્ર માટે ખોલી દીધો છે. આનાથી નવી ટેક્નોલોજી અને પ્રતિભાઓને લાવવાનો માર્ગ ખુલ્યો છે. હાલમાં સ્પેસ સેક્ટરમાં 350 થી વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે. તે તમામ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ને આધુનિક સાધનો સપ્લાય કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

ચંદ્રયાન-3ના મિશન પર ડૉ. સિંહે કહ્યું કે આ વખતે મિશન ચોક્કસપણે સફળ થશે અને તે નિર્ધારિત સમયગાળા કરતાં વધુ કામ કરશે. તેના પ્રક્ષેપણનું આયોજન કરવામાં સમય લાગ્યો છે પરંતુ તેનાથી ખર્ચમાં ઘટાડો થયો છે અને ઓછા પ્રતિકારને કારણે મિશન સુરક્ષિત રહ્યું છે. 23 ઓગસ્ટે તે સમયસર ચંદ્રની સપાટી પર ઉતરશે. તે સમયે ચોક્કસ લેન્ડિંગ સાઇટ નક્કી કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ઈસરોનું આગામી મિશન ગગનયાન છે. આ માટે આ વર્ષના ઉત્તરાર્ધમાં માનવરહિત વાહન મોકલવામાં આવશે. આવતા વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતો રોબોટ ‘વાયુમિત્ર’ મોકલવામાં આવશે અને તેની સફળતા અને અભ્યાસ પછી વર્ષ 2024ના બીજા ભાગમાં માનવ મિશન મોકલવામાં આવશે.

Please follow and like us: