ભારત મેટ્રીમોનીની વિવાદી જાહેરાતથી હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ

0
India Matrimony's controversial advertisement accused of hurting the sentiments of Hindus

India Matrimony's controversial advertisement accused of hurting the sentiments of Hindus

મેટ્રિમોનિયલ(Matrimonial) વેબસાઈટ ભારત મેટ્રિમોની હોળી(Holi) પર તેના નવીનતમ વિડિઓ કોમર્શિયલને લઈને વિવાદમાં આવ્યું છે. લોકોએ આ વેબસાઈટ પર હોળી પર કરવામાં આવેલી જાહેરાતને લઈને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે અને તેને હિંદુ વિરોધી ગણાવી છે. આ જાહેરાત થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ અને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ પેદા કર્યો. આ પછી ટ્વિટર પર #BoycottBharatMatrimony ટ્રેન્ડ કરી રહી છે.

 

આ જાહેરાતમાં એક મહિલાને ચહેરા પરથી રંગ ધોતી બતાવવામાં આવી છે. જેમ જેમ રંગ ધોવાઈ જાય છે, તેમ તેમ મહિલાનો ઉદાસ ચહેરો દેખાય છે અને જ્યારે તે ચહેરા પરથી હાથ હટાવે છે ત્યારે ત્યાં ઘણા ઘા દેખાય છે. આ જાહેરાત હોળી પર મહિલાઓની ઉત્પીડન તરફ ઈશારો કરી રહી છે. તેને કેપ્શન આપવામાં આવ્યું છે કે ‘ઘણી મહિલાઓએ ઉત્પીડનને કારણે અનુભવેલા આઘાત બાદ હોળી રમવાનું બંધ કરી દીધું છે. જીવન કેટલું મુશ્કેલ બની ગયું છે તે જોવા માટે જુઓ આ વીડિયો. આ હોળી, ચાલો મહિલા દિવસની ઉજવણી કરીએ, અને દરરોજ તેમને સુરક્ષિત રાખવાનું પસંદ કરીએ. તમને જણાવી દઈએ કે આ વખતે હોળીનો તહેવાર 8 માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ઉજવવામાં આવે છે.

આ વીડિયોને લઈને નેટીઝન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને તેઓ તેને હિંદુ વિરોધી જાહેરાત ગણાવી રહ્યા છે. આ સાથે ટ્વીટર પર #BoycottBharatMatrimony ટ્રેન્ડ થવા લાગી છે. લોકો આના પર વિવિધ રીતે ટિપ્પણી કરી રહ્યા છે. હજુ સુધી આ મુદ્દે ભારત મેટ્રિમોની તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *