ડોગ બાઇટ્સના કેસો વધતા કોર્પોરેશનની જહાંગીરપુરામાં વધુ એક ખસીકરણ સેન્ટર બનાવવા વિચારણા

0
Increasing cases of dog bites, the corporation is considering setting up one more decontamination center in Jahangirpura area

Increasing cases of dog bites, the corporation is considering setting up one more decontamination center in Jahangirpura area

સુરત શહેરમાં સતત વધી રહેલા ડોગ બાઈટના(Dog Byte) કિસ્સામાં મહાનગર પાલિકાના વહીવટી તંત્ર પર માછલાં ધોવાતાં હવે મનપાનું તંત્ર સફાળું જાગ્યું છે. છેલ્લા એક જ મહિનામાં કુતરાંનાં હુમલાનો ભોગ બનતાં બે માસુમ બાળકોનાં મોત નીપજતાં લોકોમાં પણ હિંસક કુતરાંઓની ખસીકરણ અને રસીકરણની કામગીરી વધુ સઘન બનાવવા અંગે રજુઆત કરવામાં આવી રહી છે. આ દરમ્યાન મનપાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા ભેસ્તાન ખાતે આવેલ ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી. જ્યાં કુતરાઓ માટે અલાયદું ખસીકરણ સેન્ટર બનાવવામાં આવ્યું છે તેની સઘન જાણકારી મેળવી હતી.

જહાંગીરપુરા વિસ્તારમાં વધુ એક ખસીકરણ સેન્ટર બનાવવાની વિચારણાં

સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર શહેરમાં રખડતાં હિંસક કુતરાઓની રસીકરણ અને ખસીકરણની કામગીરી સઘન બનાવવાની સાથે હાલમાં કુતરાંઓને રાખવા માટે જે પાંજરાઓ છે તેની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભેસ્તાન ખાતે ખસીકરણ અને રસીકરણ બાદ કુતરાઓને રાખવા માટે માત્ર 25 પાંજરાઓ હતા જે હવે વધારીને 45 કરી દેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ આંકડો 110 થશે. જેને કારણે 660 કુતરાઓને પાંજરામાં રાખવાની સુવિધા મનપાના ઢોર ડબ્બામાં ઉપલબ્ધ થશે.

આ સિવાય અત્યાર સુધી શહેરમાં અલગ – અલગ ટીમો દ્વારા ખસીકરણ અને રસીકરણની કામગીરી માટે એક જ એજન્સીની નિમણૂંક કરવામાં આવી હતી જે વધારીને હવે બે એજન્સીને આ જવાબદારી સોંપવામાં આવી છે જેને પગલે આગામી દિવસોમાં રખડતાં કુતરાઓ દ્વારા કરડવાની ઘટનાઓ પર નિશ્ચિતપણે અંકુશ મેળવવામાં આવશે.

આ સિવાય તેઓએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા જહાંગીરપુરા ખાતે બની રહેલા ઢોર ડબ્બામાં પણ ખસીકરણ અને રસીકરણ બાદ કુતરાઓને રાખવા માટેની અલગ સુવિધા ઉભી કરવામાં આવશે. મનપા દ્વારા 110 પૈકી કેટલાક પાંજરાઓની વ્યવસ્થા આ નવા બનનાર ઢોર ડબ્બા ખાતે રાખવામાં આવશે. આ સિવાય જહાંગીરપુરા ખાતે રખડતાં કુતરાઓ માટે ક્લીનિકથી માંડીને ઓપરેશન થિયેટરની પણ સુવિધા ઉભી કરવામાં આવશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *