સુરતના ઉધનામાં શિક્ષકની હેવાનિયત,બે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
ઘાર્મિક શિક્ષણ લેવા જતા બાળકોનો છ મહિના સુધી ગેરલાભ ઉઠાવ્યો
અગાઉ આરોપીને મદરેસામાંથી કાઢી મુક્યો હતો.
બાળકો અશ્લીલ વિડીયો જોવાનીના પાડતા તો જાનથી મારી તાખવાની ધમકી આપતો
શહેરના ઉધના શાંતિનગર વિસ્તારમાં ચારચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. બે બાળકો ઘરે ખાનગી પ્રાઇવેટ ટ્યુશન કલાસીસ શરૂ કરી ધાર્મિક શિક્ષણ આપતા ૪૦ વર્ષીય શિક્ષકના ઘરે ભણવા માટે જતા હતા. જોકે હવસખોર શિક્ષક ઘરે ટ્યુશન માટે આવતા નવ વર્ષના બે બાળકોને મોબાઈલમાં અશ્લીલ વિડિયો બતાવતો હતો. વિદ્યાર્થીઓ વિડીયો જોવાનીના પાડે તો હવસખોર શિક્ષક બંને બાળકોને માર મારવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. છેલ્લા છ મહિનાથી બળજબરીથી નરાધમ શિક્ષકે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરતા ભારે ચકચાર મચી જવા પામી છે.
બનાવની વિગત એવી છે કે આરોપી મોહંમમ્ન મુદબ્બીર મોહંમ્મદ બસિરૂદીન દીગ્ધી (શેખ) (રહે.આઝમી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ નં-૬૦ શાંતીનગર ઉધના) તેના ઘરે
પ્રાઈવેટ ટ્યુશન કલાસીસ ચલાવી ધાર્મિક શિક્ષણ આપે છે. તેની પાસેથી તેના સમાજના ૪૦થી ૫૦ જેટલા છોકરાઓ ધાર્મિક શિક્ષણ લેવા માટે આવતા હતા. દરમ્યાન મોહંમ્મદ મુદબ્બીરએ ટ્યુશન માટે આવતા ૯ વર્ષના બે બાળકોને મોબાઈલમાં અશ્લીલ વિડીયો બતાવતો હતો. જોકે બાળકો વિડીયો જાવાની ના પાડે તો બંને જણાને માર મારવાની તેમજ મારી નાંખવાની ધમકી આપી બળજબરીથી તેમની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું મૂત્ય આચરતો હતો. મોહંમ્મદ મુદબ્બીરએ બાળકોને આ અંગે કોઈને કહીશ તો મારી નાંખવાની ધમકી આપતો હતો. આ રીતે છેલ્લા છ મહિનાથી બંને બાળકોનું શોષણ કરતો હતો. આખરે બાળકોએ બનાવ અંગે ઘરે વાત કરતા મામલો બહાર આવ્યો હતો અને પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે મોહંમ્મદ દિગ્ધી સામે ગુનો દાખલ કરી તેને અટકમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી મોહંમ્મદ મુદબ્બીર મોહંમ્મદ બસુરૂદિન દિગ્ધી (શેખ) અગાઉ અગાઉ ઉધના પટેલનગર પાસે આવેલ
મદરેસામાં મૌલવી તરીકે હતો અને ધાર્મિક શિક્ષણ આપતો હતો. પરંતુ છ મહિના પહેલા કોઈક કારણોસર તેને મદરેસામાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તે તેના ઘરે જ ટ્યુશન કલાસ શરુ કરી ધાર્મિક શિક્ષણ આપતો હતો.