ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 133 કોરોનાના કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જો કે, ગઈકાલ કરતાં આજે કેસમાં ઘટાડો થતી થોડી રાહતની વાત છે.
ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે – જાહેર કરાયેલી માહિતી મુજબરાજ્યમાં નવા ૧૩૩ કોરોના કેસ નોંધાયા છે. તેમજ એક્ટિવ કૈસ વધીને ૭૪૦ પર પહોંચ્યા છે.
અમદાવાદમાં સૌથી વધુ ૭૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે મહેસાક્કામાં ૧૬, રાજકોટમાં ૧૧ કોરોના કેસ નોંધાયા છે અને સુરતમાં ૧૦, વડોદરામાં ભરૂચમાં ૩ તેમજ વલસાડ, ભાવનગર, ગાંધીનગરમાં કેસ નોંધાયા છે. પોરબંદરમાં ૨, અમરેલીમાં ૧ કોરીના કેસ અનેગીર સોમનાથ જામનગર, મહીસાગરમાં ૧-૧ કેસ નોંધાયા છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં ૧-૧ કોરોના કેસ નોંધાયા છે. જેમાં ૫ દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા ૨૪ ક્લાકમાં ૩-૩૨૯૪ લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર ૯૯.૦૮ ટકા છે. અત્યારે સુધીમાં ૧૨,૨૧,૯૨૯ દર્દીઓએ કોરીનાને મહાત આપી છે. એકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ છે, પરંતુ હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.