Surat: વધુ એક હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે બાઈકચાલકને અડફેટે લેતાં એકનું મોત ,એક ગંભીર હાલતમાં સારવાર હેઠળ 

0

સૂરતમાં હિટ એન્ડ રનની ઘટના, કાર ચાલકે બાઈકચાલકને અડફેટે લેતાં એકનું મોત ,એક ગંભીર હાલતમાં સારવાર હેઠળ

 • કાર ચાલકે પૂર ઝડપે સરદાર માર્કેટ પાસે ગાડી દોડાવી એક યુવકનો ભોગ લીધો

 • અને બીજા યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

 • મૃત્યુ પામનાર અરુણના પરિવારજનો અને સમાજના અગ્રણીઓએ ન્યાયની માંગ કરી

 • પોલીસ દ્વારા હાલ ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.

સુરતના સરદાર માર્કેટ પાસે હિટ એન રન ની ઘટના બની હતી. જ્યાં કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું અને બાઇક પર સવાર અન્ય એક યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં કારચાલકની પુણા પોલીસે ધરપકડ કરી હતી

સુરતના પુણા કડોદરા રોડ પર આવેલ સરદાર માર્કેટ સામે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો પુરપાટ ઝડપે આવતા સ્વિફ્ટના કાર ચાલકે બાઈક પર પસાર થઈ રહેલા બે લોકોને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા અરુણ નામના યુવકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને અન્ય યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અક્સ્માત અંગે ની જાણ થતાં મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.

ઘટના ને પગલે પુણા પોલીસનો સ્ટાફ બનવા સ્થળે પહોંચ્યો હતો. અકસ્માત થયેલ કાર અને બાઈક ને પુણા પોલીસ મથકે લાવવામાં આવી હતી જે ઘટનામાં પુણા પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ જ મૃતકના પરિવાર શિત સમાજના કેટલાક આગેવાનો મળી 50 થી વધુ લોકો ન્યાયની માંગણી માટે પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને યુવકને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *