જો તમે ખાલી પેટે લીંબુ પાણી પીઓ છો તો આ ગેરફાયદા પણ એકવાર જરૂર વાંચજો
મોટાભાગના લોકો સવારે ઉઠ્યા બાદ લીંબુ પાણી(Lemon Water) પીવે છે . જે લોકોને સ્થૂળતાની સમસ્યા હોય તેઓ વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવે છે. તેમજ લીંબુ આપણા શરીર માટે ફાયદાકારક છે. તેથી જ લોકો મોટી માત્રામાં લીંબુ પાણી પીતા જોવા મળે છે. લીંબુ એસિડિક હોય છે અને તેમાં વિટામિન સી પણ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ જો તમે આ લીંબુનું પાણી વધુ પ્રમાણમાં પીશો તો તે તમારા શરીર માટે હાનિકારક પણ સાબિત થઈ શકે છે.
જો તમને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમારે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે લીંબુ પાણી તમારા શરીર માટે હાનિકારક હોઈ શકે છે. જો તમને કિડની સંબંધિત સમસ્યા હોય ત્યારે તમે લીંબુ પાણી પીતા હોવ તો તેનાથી ઉલટી, ઉબકા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી જો તમને કિડની સંબંધિત કોઈ બીમારી છે તો લીંબુ પાણી પીવાનું ટાળો.
સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી તમને પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જો તમારા પેટનું pH એસિડિક બને છે, તો તમને એસિડિટી અથવા ગેસની સમસ્યા થઈ શકે છે. લીંબુ એક એસિડ હોવાથી, તમે તમારી છાતીમાં ઉબકા કે બળતરા અનુભવી શકો છો, તેમજ ઉલ્ટી પણ અનુભવી શકો છો. તેમજ વધુ પડતું લીંબુ પાણી પીવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. લીંબુ પાણી તમારા આંતરડાના અસ્તરને નુકસાન પહોંચાડે છે, જેનાથી અલ્સરની સમસ્યા થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી લીંબુ પાણી પીવાનું ટાળો.