ચોમાસા દરમ્યાન આરોગ્યનું કેવી રીતે રાખશો ધ્યાન ?

0
How to take care of health during monsoon?

How to take care of health during monsoon?

દિલ્હી, મુંબઈ અને ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ચોમાસું(Monsoon) ત્રાટક્યું છે. ચોમાસું ગરમીમાં તો રાહત આપે છે પણ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી અનેક બીમારીઓ પણ લાવે છે. આવા કિસ્સામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્ય પ્રત્યે સહેજ પણ ઉપેક્ષા જીવલેણ બની શકે છે.

વરસાદની મોસમમાં મોટાભાગે ઈન્ફેક્શન બહારનું ખાવાથી થઈ શકે છે. તેથી, જો કોઈ વ્યક્તિએ આ ઋતુમાં સારું સ્વાસ્થ્ય જાળવવું હોય અને સૌથી અગત્યનું બીમાર ન થવું હોય, તો વ્યક્તિએ આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે ફિટ એન્ડ ફાઈન બનવા ઈચ્છો છો તો કેટલીક ટિપ્સ ફોલો કરવી જરૂરી છે.

પાણીને ઉકાળીને પીવો

વરસાદના દિવસોમાં પાણીને હંમેશા ઉકાળીને પીવો, આમ કરવાથી પાણીમાં રહેલા બેક્ટેરિયા અને કીટાણુઓ નાશ પામે છે. તે સિવાય હૂંફાળા પાણીમાં લીંબુ નીચોવીને તે પાણી રોજ સવારે પીવાથી શરીરમાંથી હાનિકારક કીટાણુઓ અને કીડાઓ બહાર નીકળી જાય છે.

મીઠું ઓછું ખાઓ

ચોમાસામાં ભોજનમાં મીઠું ઓછું ખાઓ. વધુ પડતું મીઠું ખાવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી શકે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. જે ભવિષ્યમાં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

ફળોનું સેવન વધારવું

આ ઋતુમાં માત્ર મોસમી ફળોનું જ સેવન કરવું જોઈએ. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ તેના પોષક તત્વોને કારણે શરીરનું પોષણ પણ સારું રહે છે.

પુષ્કળ ઊંઘ લો

આ ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાક ખાવા જોઈએ. કોળું, ડ્રાયફ્રૂટ્સ, વેજિટેબલ સૂપ, બીટ જેવા ખોરાક ખાવા જોઈએ. તેમજ દરરોજ ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ લો.

બહારનું ખાવાનું ટાળો

વરસાદની ઋતુમાં બહારનો ખોરાક ખાવાનું ટાળો. સારું સ્વાસ્થ્ય જોઈતું હોય તો બહારનું કે ખુલ્લું ખાવાનું ન ખાવું. તેથી ચેપ લાગવાનો ભય રહે છે. ખોરાક કેવી રીતે અને ક્યારે બનાવવામાં આવ્યો હતો, સ્વચ્છતા જાળવવામાં આવી હતી કે નહીં તેની કોઈ ખાતરી નથી. તેથી આવા ખોરાક ખાવાનું ટાળો.

કાચો ખોરાક ખાવાનું ટાળો

ચોમાસામાં કોઈપણ કાચો ખોરાક ખાવાનું ટાળો. આ ઋતુમાં ચયાપચય ખૂબ જ ધીમું હોય છે. તેથી ખોરાક મોડા પચે છે. વરસાદની ઋતુમાં બહારનો ખોરાક, જ્યુસ અને કાચો ખોરાક ન ખાવો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *