પીએમ મોદીએ 9 વર્ષમાં કેટલી રજા લીધી ? RTI માં સામે આવી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળના છેલ્લા નવ વર્ષમાં એક પણ દિવસની રજા લીધી નથી. આ માહિતી એક RTI દ્વારા સામે આવી છે. આરટીઆઈના જવાબમાં વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ કહ્યું કે પીએમ મોદીએ છેલ્લા નવ વર્ષમાં દેશ અને વિદેશમાં 3000 થી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો છે.
આરટીઆઈથી મળેલી માહિતી
પુણેના નાગરિક અધિકાર કાર્યકર્તા પ્રફુલ્લ શારદાએ આરટીઆઈ દ્વારા આ માહિતી મેળવી હતી. પ્રફુલ્લ શારદાએ આરટીઆઈ દ્વારા પીએમઓ પાસેથી માહિતી માંગી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળ્યા બાદ કેટલા દિવસ ઓફિસમાં હાજરી આપી છે.
એક દિવસની રજા લીધી નથી
તેના પર પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું કે પીએમ મોદી સતત ડ્યુટી પર છે. તેમણે પદ સંભાળ્યા બાદ એક દિવસની રજા પણ લીધી નથી. પીએમઓએ આ જવાબ 31 જુલાઈ 2023ના રોજ આપ્યો હતો. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે તેમના ઈન્ટરનેટ મીડિયા એકાઉન્ટ X પર RTIની કોપી શેર કરી છે.