કેદારનાથ ધામ માટે IRCTCની વેબસાઈટ પરથી હેલિકોપ્ટર બુકીંગ થશેઃ નિયમો બદલાયા

0

ચારધામોમાંથી એક ધામ કેદારનાથ છે. કેદારનાથ ધામ મંદિરે પહોચવા માટે દર્શનાર્થીઓ વિવિધ રીતે જતા હોય છે. મોટાભાગના દર્શનાર્થીઓ પગપાળા જતા હોય છે. જયારે ઘણા દર્શનાર્થીઓ ઘોડા, ખચ્ચર અને પાલખીમાં બેસવાનું પસંદ કરે છે. ત્યારે હેલિકોપ્ટરની સેવાના બુકીંગ આઈઆરસીટીસી પર કરાવવાનું રહેશે. પવન હંસ નામની ખાનગી કંપની દ્વારા આ સેવા આપવામાં આવતી હતી. હવે કેદારનાથના દર્શન માટે હેલિકોપ્ટરનું બુકીંગ આઈઆરસીટીસીની ઓનલાઈન પોર્ટલ પર કરવું પડશે.ઉતરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ નિગમ અને આઈઆરસીટીસી વચ્ચે પ્રથમ વા૨ ટિકીટ માટે એમઓયુ કરવામાં આવ્યા છે. ૩૧ માર્ચ સુધી ઓનલાઈન બુકીંગના પ્લેટફોર્મનું ટ્રાયલ પુર્ણ થશે.

એપ્રિલના પહેલા અઠવાડીયાથી હેલિકોપ્ટરની બુકીંગની સેવા શરુ કરી દેવામાં આવશે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધી ૬ લાખથી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂકયું છે. જેમાં સૌથી વધુ ૫.૯૭ લાખ ૨જીસ્ટ્રેશન કેદારનાથ માટે થયા છે. કેદારનાથ અને બદ્રીનાથમાં થતી ભીડને અટકાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયુ છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *