સુરતમા મસાલા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
સુરતમાં મસાલા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
ઉનાળાની સિઝન શરૂ થતા ની સાથે જ લોકો આખા વર્ષના મસાલા ભરાવતા હોય છે. ત્યારે મસાલા વિક્રેતાઓ દ્વાર ભેળશેળ અને ખરાબ ગુણવત્તાવાળા મસાલા વેચાય છે કે કેમ તેની તપાસ હેતુસર આજરોજ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ ઝોનમાં મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.અને સ્થળ પર તપાસ કરી હતી. અને સાથે સેમ્પ્લો લઈ તેને પણ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જો તેમાં કોઈ ભેળસેળ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
આજરોજ સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના પાંચ થી છ ઝોનમાં મસાલા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની સીઝન દરમ્યાન લોકો આખા વર્ષના મસાલા ભરાવતા હોય છે ત્યારે વિક્રેતાઓ દ્વારા ઘણીવાર ભેળસેળ વાળા મસાલા ગ્રાહકોને પધરાવવામાં આવ્યા હોય છે જેને પહેલ આરોગ્ય વિભાગે દરોડા પડી તપાસ કરી હતી. અને મસાલાઓના સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પર પણ તપાસ કરાઈ હતી.
આ અંગે આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આજરોજ શહેરના અલગ અલગ ઝોનમાં મસાલા વિક્રેતાઓને ટીમ સાથે પહોંચી તપાસ હાથ ઘરી મસાલા વિકેતાઓને ત્યાંથી સેમ્પલ લઈ તેના પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.જેમાં કોઈ ભેળસેળ ખામી આવશે તો તે વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.