ઓસ્ટ્રેલિયા સામેની વન ડે સિરીઝમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી
ઓસ્ટ્રેલિયા(Australia) સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય(Indian) ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પોતાની ODI ટીમમાં હાર્દિક પંડ્યાને મોટી જવાબદારી સોંપી છે. તેને સીરીઝમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા શ્રેણીની પ્રથમ મેચમાં રમી શકશે નહીં.
પ્રથમ વનડેમાં રોહિતની જગ્યાએ માત્ર હાર્દિક પંડ્યા જ ટીમની કપ્તાની સંભાળતો જોવા મળશે. રોહિત શ્રેણીની બાકીની બે મેચોમાં ટીમનું નેતૃત્વ કરશે. બીસીસીઆઈએ જણાવ્યું છે કે રોહિતે પારિવારિક કારણોસર શ્રેણીની પ્રથમ વનડેમાંથી આરામ લીધો છે.
18 સભ્યોની ટીમમાં ઈશાન એકમાત્ર વિકેટકીપર છે
જો બેટિંગની વાત કરીએ તો તેમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને ઈશાન કિશન (વિકેટકીપર) સહિત 7 વિશેષજ્ઞ બેટ્સમેન રાખવામાં આવ્યા છે. જ્યારે ઓલરાઉન્ડરમાં પંડ્યા સિવાય જાડેજા, સુંદર અને અક્ષરનું નામ છે.
આ રીતે શ્રેણીની ત્રણેય વનડે રમાશે
ટેસ્ટ શ્રેણી બાદ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ મેચોની વનડે શ્રેણી રમવાની છે. શ્રેણીની પ્રથમ ODI 17 માર્ચે મુંબઈમાં, બીજી મેચ 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને છેલ્લી ODI 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઇશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા(વાઇસ કેપ્ટ્ન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન , શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટ.