Surat:ગુજરાતનું સૌ પ્રથમ આંતર રાજ્ય હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની હોસ્પિટલમા કરવામાં આવ્યું

0

સુરતમાં સૌ પ્રથમ વખત મહાવીર હોસ્પિટલમાં હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ છોટા ઉદેપુરના રહેવાસી ૩૫ વર્ષીય યુવાનમાં ડો.અન્વય મુલે, ડો.જગદીશ માંગે, ડો.સંદીપ સિંહા, ડો.રોહિત શેટ્ટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

પુનામાં યુવકનું હૃદય ચાર્ટરવિમાન મારફતે સુરત પહોંચાડવામાં આવ્યું

પૂનાનો રહેવાસી ૨૮ વર્ષીય યુવક ડી.વાય.પાટીલ હોસ્પિટલ, પીંપરી, પૂનામાં બ્રેઈન હેમરેજને કારણે બ્રેનડેડ થતા તેના પરિવારજનોએ કિડની, લિવર, હૃદય, ફેફસાં અને ચક્ષુઓનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.જે બાદ આ યુવકનું હૃદય ચાર્ટરર્પ્લેન મારફતે ૧૨૦ મિનિટ માં સુરત પોહચડાવામાં આવ્યું હતું. અને હૃદયને સમયસર પહોંચાડવા માટે સુરત પોલીસ અને પુણા પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ હૃદય ટ્રાન્સપ્લાન્ટ છોટા ઉદેપુરના રહેવાસી 35 વર્ષીય યુવાનમાં કરવામાં આવ્યું છે.

ગુજરાતમા અત્યાર સુધી 65 હૃદયના દાન થયા છે જેમાંથી 40 હૃદય દાન સુરતથી ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કર્યા હતા

ગુજરાતમાં પહેલી વખત હૃદયના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત ડિસેમ્બર 2015માં સુરતથી થઈ હતી જ્યાં જગદીશ પટેલ નામના 57 વર્ષીય બ્રેન્ડેડ વ્યક્તિનું હૃદય નું દાન ડોનેટ લાઈફના માધ્યમથી કરવામાં આવ્યું હતું જેનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈની ફોર્ટિસપીટલમાં ડોક્ટર અન્વય મૂલ્ય અને ડોક્ટર અન્વય મૂલ્યે અને તેમની ટીમ દ્વારા કરાયું હતું.

૨૦૨૧થી સુરતમાં કિરણ હોસ્પીટલમાં કેડેવરીક કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ, ૨૦૨૧મા કિરણ હોસ્પીટલમાં કેડેવરીક લિવર ટ્રાન્સપ્લાન્ટ અને હવે ૨૦૨૨મા મહાવીર હોસ્પીટલમાં હ્રદયના ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થવાને કારણે સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને ટ્રાન્સલેટ માટે દેશના અન્ય શહેરોમાં જવું પડતું હતું પરંતુ હવે સુરતમાં વિવિધ અવયવોના ટ્રાન્સપ્લાન્ટ શરુ થવાને કારણે દેશના ખ્યાતનામ ટ્રાન્સપ્લાન્ટ સર્જનો હવે સુરતમાં આવીને ટ્રાન્સપ્લાન્ટ કરી રહ્યા છે જેનો લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતના દર્દીઓને મળી રહ્યો છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *