ઇન્ચાર્જ ડીજી વિકાસ સહાય સુરતની મુલાકાતે, અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી સારી કામગીરી કરનારા અધિકારીઓને પ્રમાણપત્ર આપ્યા
રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયએ સુરતની મુલાકાતે આવ્યા હતા અહી તેઓએ સુરત પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ ઉપરાંત સુરત પોલીસમાં સરાહનીય કામગીરી કરનારા અધિકારીઓને ડીજીપીના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત પણ કરાયા હતા
રાજ્યના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે વીકાસ સહાયને ચાર્જ સોપવામાં આવ્યો છે. નવા ઇન્ચાર્જ ડીજીપી બન્યા બાદ વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે તેઓએ સુરત સુરત પોલીસ કમિશ્નરઅજય કુમાર તોમર તેમજ સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ ઉપરાંત સુરત રેંજના એડીશનલ ડીજી સહિતના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ ઉપરાંત સુરત શહેર તેમજ રૂરલમાં સારી કામગીરી કરનારા અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તેઓને હસ્તે પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા
કીમવિકાસ સહાયએ જણાવ્યું હતું કે ગુજરાતના ડીજી તરીકેનો ચાર્જ સાંભળ્યા પછી રાજ્યના અધિકારીઓ સાથે અંગત ઓળખાણ થાય અને અધિકારીઓ સાથે મળીને ગુજરાત પોલીસની એક સારી ટીમ બની શકે તે માટે સુરત આવ્યો છું, આજે સુરત ખાતે સુરત પોલીસ કમિશ્નર સહીતના એસપી, સુરત રેંજના એડીશનલ ડીજી સહિતના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત થઇ હતી. સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા સુરત પોલીસની કામગીરી અંગે પ્રેઝ્નટેશન રજુ કરવામાં આવ્યું હતું અને તે પ્રેઝનટેશનમાં પોલીસ દ્વારા સુરતમાં થઇ રહેલી કામગીરી અંગેની માહિતી હતી. મને ખુબ આનંદ થયો છે. સુરત પોલીસની કામગીરી ખુબ જ સરાહનીય કામગીરી થઇ રહી છે. જે અધિકારીઓ દ્વારા ઉત્કૃસ્ત કામગીરી કરી છે તેઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું