Surat: રખડતા શ્વાનનો આતંક યથાવત ,બાળકીને મોઢે અને હાથે બચકાં ભરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ,જુઓ સીસીટીવી

0

સુરત શહેરમાં ફરી એક વખત રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે.જ્યા વેડરોડ વિસ્તારમાં એક બાળકીને રખડતા શ્વાને બચકા ભરતાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાળકીને બચકા ભરવાને કારણે મોઢા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે તો બીજી બાજુ સ્વાનના આતંકની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ જવા પામી છે.

 

હાલ થોડા દિવસ અગાઉ જ સ્વાને એક પાંચ વર્ષની બાળકી ને બચકા ભરતા તેને મોઢાના ભાગે ખૂબ જ ગંભીર જાઓ પહોંચી હતી. ત્યારે ફરી એક વખત સુરતના વેડરોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. વેડરોડ સ્થિત ઈટવાલા ચાલ વિસ્તારમાં રમી રહેલી એક બાળકીને રખડતા શ્વાને બચકાં ભર્યા હતા.જેથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે શ્વાન દોડી રહ્યો હોય તે સમયે બાળકી તેની આવી જાય છે અને શ્વાન બાળકી પર તૂટી પડે છે. જેથી શ્વાનના બચકા ભરવાથી બાળકીએ બુમાબુમ કરતા ત્યાં સ્થાનિક લોકો દોડી આવે છે અને શ્વાનને ત્યાંથી ભગાડે છે.જો કે આ ઘટનામાં બાળકીના હાથના ભાગે ગંભીર ઈજાઓ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.વધુમાં જાણવા મળ્યું છે કે છેલ્લા ૧૨ કલાકમાં ૩ બાળકોને સહીત ૭ જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલ થોડા દિવસ અગાઉ જ વરાછા વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ પાસે શ્વાને એક બાળકીને ગાલે બચકાં ભરતા તેને ગંભીર ઈજાઓ થઇ હતી.ત્યારે ફરી વેડરોડ વિસ્તારમાં આ ઘટના બનતા મનપા દ્વારા રખડતા શ્વાનોની લઈને કરવામાં આવતી કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *