ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત

0

કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન તેમજ લઘુમતિ શાળાઓને પણ ફરજિયાત ગુજરાતી નિયમ લાગુ પડશેઃ ગુજરાતી નહીં ભણાવતી શાળાની માન્યતા રદ કરવાની પણ વિધેયકમાં જોગવાઈ

ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવાનું ફરજીયાત કરતુ વિધેયક આજે વિધાનસભામાં પેશ કરવામાં આવ્યું હતું. જેમાં કાયદા નિયમભંગ બદલ શાળાઓની માન્યતા રદ કરવા, દંડ ફટકારવા સહીતની જોગવાઈઓ કરવામાં આવી છે. જોકે વિધેયક રજુ કરાયા પૂર્વે છેલ્લી ઘડીએ અમુક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા હતા.

વિધાનસભામાં ફરજીયાત ગુજરાતી ભાષાનાં શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક-૨૦૨૩ રજુ કરવામાં આવ્યું હતું. વિધેયકની જોગવાઈ પ્રમાણે તમામ શાળાઓમાં ધો.૧ થી ૪ ગુજરાતી ભાષા ભણાવવાનું ફરજીયાત કરતી જોગવાઈ કરવામાં આવી છે.આ નિયમનો ભંગ કરતી શાળાઓને દંડ ફટકારવાની તથા માન્યતા રદ કરવા સુધીના પગલા લેવાની જોગવાઈ કરવામાં આવી છે. લઘુમતી સહીત તમામ ગ્રાન્ટેડ અને ખાનગી શાઓને પણ તે લાગુ પડશે.એ જ નહિં ગુજરાત કે અન્ય કોઈપણ શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓને લાગુ પડશે.

આ વિધેયક તૈયાર કરવા માટે શિક્ષણ બોર્ડનાં અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ કેટલીક ભુલ રહી જતાં છેલ્લી ઘડીનાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ધો.૧ થી ૪ ગુજરાતી વિષય ભણાવવાનો અમલ કરવા વિશે અસ્પષ્ટ જોગવાઈ હોવાનું ધ્યાનમાં આવતા ૧લા ધોરણથી જ અમલકરવાની ચોખવટ કરતી જોગવાઈ સ્પષ્ટ કરવામાં આવી હતી. આ સિવાય શિક્ષણ બોર્ડ, શાળાઓ વગેરેના મુદ્દે પણ સ્પષ્ટ શબ્દોલ્લેખ કરાયા હતા.

ગુજરાતમાં અનેક શાળાઓ ગુજરાતી વિષય ભણાવતી ન હોવાના મામલે વિવાદ સર્જાયો હતો અને મામલો અદાલત સુધી પણ પહોંચ્યો હતો. જેને પગલે ખુદ સરકારે જ પહેલ કરીને ગુજરાતી વિષય ફરજીયાત કરતો કાયદો ઘડીને વિધેયક આજે વિધાનસભામાં પેશ કર્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *