ભારતીય નૌકાદળ માટે 19 કરોડના ખર્ચે ખરીદવામાં આવશે પાંચ ફ્લીટ સપોર્ટ શિપ
ભારતીય નૌકાદળ(Navy) માટે પાંચ ફ્લીટ સપોર્ટ શિપ (FSS) ખરીદવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) સાથે રૂ. 19,000 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. દરેક જહાજનું વજન 40,000 ટનથી વધુ હશે અને તે મધ્ય સમુદ્રમાં નૌકાદળને બળતણ, ખોરાક અને શસ્ત્રો પ્રદાન કરશે. આ જહાજો સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવશે.
સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ 16 ઓગસ્ટે તેની બેઠકમાં ભારતીય નૌકાદળ માટે આ જહાજોના અધિગ્રહણને મંજૂરી આપી હતી. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતાના ધ્યેયને હાંસલ કરવા માટે આ સોદો એક મોટું પ્રોત્સાહન હશે, કારણ કે આ જહાજો સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવશે. FSS મધ્ય સમુદ્રમાં જહાજોને બળતણ, ખોરાક અને શસ્ત્રો પૂરા પાડવા માટે તૈનાત કરવામાં આવશે, જે ભારતીય નૌકાદળના કાફલાને બંદર પર પાછા ફર્યા વિના લાંબા સમય સુધી કામ કરવા સક્ષમ બનાવે છે.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ જહાજો નૌકાદળના કાફલાની વ્યૂહાત્મક પહોંચ અને ગતિશીલતાને વધારશે. આ જહાજોને સામેલ કરવાથી ભારતીય નૌકાદળની દરિયાઈ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ જહાજોને દરિયામાં માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) કામગીરી માટે પણ તૈનાત કરી શકાય છે. 44,000 ટનના ફ્લીટ સ્પોર્ટ જહાજો વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ખાતે બાંધવામાં આવનાર તેમના પ્રકારનું પ્રથમ હશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ આઠ વર્ષમાં લગભગ 168.8 લાખ માનવ-દિવસની રોજગારીનું સર્જન કરશે. આ જહાજોનું નિર્માણ ભારતીય શિપબિલ્ડીંગ ઉદ્યોગને એક નવું પરિમાણ પૂરું પાડશે અને MSME સહિત સંલગ્ન ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરશે. સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ પહેલને અનુરૂપ આ જહાજોને ‘આત્મનિર્ભર ભારત’ના ગૌરવપૂર્ણ ધ્વજ વાહક બનાવતા મોટાભાગના સાધનો અને સિસ્ટમો સ્વદેશી ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવશે.