Gujrat:રાજ્યમાંથી છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સ બનાવતી પાંચ ફેક્ટરી ઝડપાઇ

0

રાજ્યમાં દારૂ, લઠ્ઠો અને હવે ડૂંગ્સ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઇ રહી છે, ત્યારે ગુજરાત પોલીસની સઘન તપાસ અને કાર્યવાહી

રાજ્યમાં દારૂ, લઠ્ઠો અને હવે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઇ રહી છે. ત્યારે ગુજરાત પોલીસે સઘન તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. જેના કારણે રાજયમાં વર્ષમાં પાંચ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, એક જ વર્ષમાં ગુજરાતમાં બીજા દેશમાંથી ઘુસાડવામાં આવતું ચાલીસ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ સાથે એમડી ડ્રગ્સ બનાવવાની પાંચ ફેક્ટરી પણ ઝડપી પાડવામાં આવી છે. જેના કારણે સરકારમાં ચિંતા વધી છે. ગુજરાત એટીએસ અને પોલીસની ખાસ ટીમો બનાવીને આ અંગે સઘન કાર્યવાહી થઇ રહી છે.

ગુજરાતનો દરિયા કિનારો હજારો કરોડોના ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર બની રહ્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ગુજરાત એટીએસ, નાર્કોટિક્સ સેલ અને ગુજરાત પોલીસ દ્વારા ૪૦,૦૦૦ કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ | | કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ધૂસાડતા રહ્યાં છે. | જેના કારણે દેશભરની પોલીસ | કામગીરી કરી ડ્રગ્સ માફિયાઓ ઉપર અંકુશ મેળવવાનો પ્રયાસ અને એજન્સીઓ સાથે સંકલિત થઇ રહ્યો છે. જેના કારણે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પર પણ આ ખાસ ટીમોએ તવાઇ કરી છે. જેથી એક જ વર્ષમાં ચાર ડ્રગ્સની ફેક્ટરીઓ અને ગોડાઉન પકડાયા છે. વર્ષ ૨૦૨૧ની ૨૫ ડિસેમ્બરના રોજ અમદાવાદના નવા નરોડામાં ક્રાઇમ બ્રાંચે મેથ એમ્ફોટામાઇન બનાવવાની ફેક્ટરી પકડાઇ હતી. ડ્રગ્સ ફેક્ટરી ચલાવતા કેમિસ્ટ શહેરના જુદા હતા.

તાજેતરમાં એટીએસની ટીમે જુદા વિસ્તારમાં ડ્રગ્સ મોકલતા સાવલીના મોક્ષી ગામની સીમમાંથી ૧૧૨૫ કરોડના ડ્રગ્સ સાથેની ફેક્ટરી ઝડપી પાડી છે. મુંબઈના એન્ટી નાર્કોટિક સેલ શરૂ કરી છે દ્વારા પાનોલી જીઆઈડીસીમાંથી ૧૦૨૬ કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતુ. આ સાથે ભરૂચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ૧૩૮૩ કરોડનું ડ્રગ્સ પકડાયુ છે. સૂત્રો પાસેથી આધિકારિક માહિતી પ્રમાણે, ગુજરાતના અનેક શહેરોની જીઆઈડીસીમાં કેમિકલ બનાવતી કંપનીઓ કાર્યરત છે. ડ્રગ્સ માફિયાઓ વચેટિયા ઉભા કરીને આવી કંપનીઓનો સંપર્ક કરીને લિક્વિડ મેફેડ્રોન એક જગ્યાએ બનાવીને બીજી જગ્યાએ ડ્રગ્સને સુકવીને પાવડર ફોમમાં તૈયાર કરવામાં આવે છે. હાલ ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીમાં આ જ મોડસ ઓપરન્ડી ચાલતી હતી.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *