FIFA Ranking : પાંચ વર્ષમાં પહેલા વાર Top 100માં પહોંચ્યું ભારત
ભારતીય ફૂટબોલ ટીમ હાલમાં SAFF ચેમ્પિયનશિપ 2023માં વ્યસ્ત છે. ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે અને તેણે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ શાનદાર પ્રદર્શનનો ફાયદો ટીમને મળ્યો છે અને છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત ભારત ફિફા વર્લ્ડ રેન્કિંગમાં ટોપ-100માં સામેલ થયું છે. ભારતીય ટીમે ગુરુવારે જાહેર કરેલી તાજેતરની FIFA વર્લ્ડ રેન્કિંગમાં એક સ્થાનનો ફાયદો ઉઠાવ્યો છે અને તે 101થી 100માં સ્થાન પર પહોંચી ગઈ છે. તે છેલ્લે 2018માં 97માં સ્થાને પહોંચ્યો હતો.
ભારતે(India) આ વર્ષે ભુવનેશ્વરમાં યોજાયેલ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ જીત્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ટીમે લેબનોનને 2-0થી હરાવ્યું હતું. આનો ફાયદો પણ ટીમને મળ્યો છે. ભારતીય ફૂટબોલ ટીમના સત્તાવાર હેન્ડલ પરથી એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત તાજેતરની FIFA મેન્સ વર્લ્ડ રેન્કિંગમાં 100માં સ્થાને પહોંચી ગયું છે. અમે સતત આગળ વધી રહ્યા છીએ. ભારતનું અત્યાર સુધીનું ફિફા રેન્કિંગ 94 છે. ભારતીય ટીમ હાલમાં SAFF ચેમ્પિયનશિપમાં રમી રહી છે, જ્યાં તેને શનિવારે લેબનોન સામે સેમિફાઇનલ રમવાની છે.
એપ્રિલમાં, ભારત ફિફા રેન્કિંગમાં 101માં સ્થાને પહોંચી ગયું હતું. જૂનમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને SAFF ચેમ્પિયનશિપમાં અજેય રહ્યા બાદ, હવે તેનો સ્કોર 4.24 છે, જેણે તેને ટોપ-100માં પ્રવેશવામાં મદદ કરી છે. ભારત તાજેતરમાં જ આકર્ષક ફોર્મમાં છે અને 2022 VFF ત્રિ-રાષ્ટ્રીય શ્રેણીમાં વિયેતનામ સામે 0-3થી હાર્યા બાદથી અજેય રહ્યું છે.
🇮🇳 move up to 1️⃣0️⃣0️⃣ in the latest FIFA Men’s World Ranking 👏🏽
Steadily we rise 📈💪🏽#IndianFootball ⚽️ pic.twitter.com/Zul4v3CYdG
— Indian Football Team (@IndianFootball) June 29, 2023
તેઓએ 2023માં નવમાંથી સાત ગેમ જીતી છે જ્યારે બે વખત ડ્રો કરી હતી. તાજેતરમાં ભારતે SAFF ચેમ્પિયનશિપમાં કુવૈત સામે અને હીરો ઈન્ટરકોન્ટિનેન્ટલ કપમાં લેબનોન સામે ડ્રો રમ્યો હતો. ભારતે આ વર્ષે બે ટાઇટલ પણ જીત્યા છે – ટ્રાઇ-નેશન સિરીઝ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ.
સપ્ટેમ્બર 2022 માં વિયેતનામ સામેની હાર પછી નવ મેચોમાં, ભારતે સતત આઠ ક્લીન શીટ્સ નોંધાવતા અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવતા 15 ગોલ કર્યા છે. શનિવારે SAFF ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં લેબનોન સામે ટકરાશે ત્યારે સુનિલ છેત્રી એન્ડ કંપની તેમની અજેય દોડ ચાલુ રાખવા પર ધ્યાન આપશે.