પશુપતિ માર્કેટમાં એક સાથે નવ દુકાનોમાં ભીષણ આગ,સાડીના જથ્થા સહિત લાખો રૂપિયા આગમાં ખાખ
50 લાખનો માલ આગમાં સ્વાહા તો ફાયર અધિકારીએ આગ માંથી બચાવ્યા 17 લાખની રોકડ રકમ
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક વખત આગની ઘટના બનવા પામી હતી. ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ પશુપતિ માર્કેટના આવેલ સાડી અને બ્લાઉની દુકાનોમાં લાગેલી આગને કારણે આગ વિકરાળ બની હતી અને જોત જોતામાં નવ જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા આઠ જેટલો ગાડીઓ સાથે ફાયર નો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.એટલુજ નહિ પણ ફાયર જવાનોએ અલગ અલગ ચાર દુકાનો માંથી 17 લાખ જેટલા રૂપિયા પણ બચાવ્યા હતા.
ફાયર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજ રોજ સવારે 6:1 પશુપતિ માર્કેટમાં આગ લાગી હતી. માર્કેટના બેઝમેન્ટમાં સાડી અને બ્લાઉઝની દુકાનમાં અગમ્ય કારણોસર લાગી સળગી ઉઠી હતી. સવારના અરસામાં માર્કેટ બંધ હોય તે સમયે આગ લાગતાં આગ પસરી હતી અને જો જોતા માં આગની જ ઝપેટમાં અન્ય નવ જેટલી દુકાનો આવી ગઈ હતી. આગ ની જાણકારી વિભાગને કરવામાં આવતા ડુંભાલ માનદરવાજા અને ઘાંચી શેરી એમ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ સહિત ડાયરો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. અને આગ ને કાબુ માં લેવામાં પ્રયાસ હાથ ધર્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ સાડી અને કાપડની દુકાનોમાં લાગી હોય આગ વિકરાળ બની હતી જે ત્રણથી ચાર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગ સવારના અરસામાં લાગી હોય જે સમય માર્કેટ બંધ હોવાથી કોઈ જાનહાની કે ઈજાનો બનાવ બન્યો નથી પરંતુ આગને કારણે ત્રણ દુકાનો સાડી અને બ્લાઉઝના જથ્થા સાથે સંપૂર્ણ બળીને ખરાબ થઈ જવા પામી હતી આ ઉપરાંત અન્ય દુકાનોમાં પણ આગને કારણે 40 થી 50 લાખ જેટલા રૂપિયાનું નુકશાન થયું હોવાનુ જાણવા મળ્યું છે.
પશુપતિ માર્કેટની નવ દુકાનોમાં દુકાનોમાં આગ
ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ પશુપતિ માર્કેટના લોર બેઝમેન્ટમા લાગેલી આગની ઝપેટમાં નવ જેટલી દુકાનો આવી ગઈ હતી. દુકાન નંબર 1012 , 2013, 1014, 1,015, 1028, 1029 , 1030, 1031, 1032 નંબરની દુકાનોમાં આગ સળગી ઊઠી હતી. તમામ દુકાનોમાં સાડી અને બ્લાઉઝનું રેડીમેડ માલનો જથ્થો હોય આગને કારણે ત્રણ દુકાનોમાં સંપૂર્ણ માલ બળીને ખાક થઈ જવા પામ્યો હતો. જ્યારે અન્ય દુકાનોમાં નાનું મોટું નુકસાન થયું હોવાનું ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે .
દુકાનમાં રહેલ 15 થી 17 લાખ રોકડા રૂપિયા ફાયર જવાનો દ્વારા બચાવવામાં આવ્યા
આ અંગે ફાયર ઓફિસર જે જે ઈસરાણીએ જણાવ્યું ટેક્સટાઇલ માર્કેટમાં આગનો કોલ મળતા ત્રણ ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ એક સાથે નવ જેટલી દુકાનોમાં લાગેલી આગ સળગી ઉથી હતી. જોકે દુકાન માલિકોએ દુકાનમાં રોકડા રૂપિયા હોવાની વાત જણાવતા ૩ થી ૪ જેટલી દુકાનો માંથી 15 થી 17 લાખ જેટલા રોકડા રૂપિયા બચાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ મોટી માત્રામાં સાડી અને બ્લાઉઝ નો જથ્થો આગમાં બળીને ખાક થઈ જતાઅંદાજિત ૪૦ થી ૫૦ લાખ રૂપિયા જેટલી નુકશાનની આશંકા છે.