સુરતીઓને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા TRB જવાનોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય

0
Decision to increase the number of TRB personnel to relieve Surtis from traffic jams

Decision to increase the number of TRB personnel to relieve Surtis from traffic jams

શહેરના મુખ્ય માર્ગો (Roads) પર મેટ્રો ટ્રેન (Train) સહિત વિવિધ નવા પ્રોજેક્ટના (Projects) કારણે ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ રહી છે. વિવિધ સ્થળોએ ડાયવર્ઝન અને ટ્રાફિક પોલીસ સહિત TRB (ટ્રાફિક બ્રિગેડ) કર્મચારીઓની મર્યાદિત સંખ્યાને કારણે પીક અવર્સ દરમિયાન ટ્રાફિકનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે. જેના કારણે મુખ્ય માર્ગો પર વાહનચાલકોને જામનો સામનો કરવો પડે છે.

આ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટે ટીઆરબી જવાનોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત 221 નવા TRB જવાનોની તાત્કાલિક ભરતી કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. નવી ભરતી માટે 1868 ઉમેદવારોની અરજીઓ આવી છે. 300 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. 221ને તાત્કાલિક નિમણૂક આપવામાં આવશે અને બાકીના 79ને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવશે. જો જરૂર પડશે તો તેમને પછીથી નિમણૂક આપવામાં આવશે.

મેટ્રો પ્રોજેક્ટના કારણે શહેરના અલથાણ રોડ, ભટાર રોડ, રિંગ રોડ, લાંબા હનુમાન રોડ સહિતના અન્ય વિસ્તારોના અડધાથી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ભટાર અને લાંબી હનુમાન રોડ સંપૂર્ણપણે બ્લોક કરી દેવામાં આવ્યો છે. કેનાલ રોડ પર ફ્લાય ઓવર બ્રિજના ચાલી રહેલા બાંધકામને કારણે ભાથેણા સર્કલનો વાહનવ્યવહાર ખોરવાય છે. આ માર્ગો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. પીક અવર્સ દરમિયાન, વૈકલ્પિક માર્ગોનું સંચાલન કરવા માટે વધુ ટ્રાફિક કર્મચારીઓની જરૂર પડે છે.

સુરતમાં જ પ્રથમ વખત TRB જવાનોને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. શહેરના વિસ્તરણ અને જરૂરિયાત મુજબ, 1600 TRB જવાનોને વિવિધ તબક્કામાં તૈનાત કરવામાં આવ્યા હતા. હાલમાં 1200 જેટલા જવાનો શહેરના ટ્રાફિકને સંભાળી રહ્યા છે. કેટલાક જવાનોને ભ્રષ્ટાચાર અથવા અનુશાસનહીનતાને કારણે બરતરફ કરવામાં આવ્યા હતા, જ્યારે ઘણા જવાનોએ ઓછા પગારને કારણે અન્ય વિકલ્પો મેળવીને નોકરી છોડી દીધી હતી.

સૂત્રો મુજબ ટીઆરબી જવાનોનું દૈનિક માનદ વેતન રૂ.300થી વધારીને રૂ.500 કરવાની ભલામણ કરવામાં આવી છે. આ અંગે સરકારે નિર્ણય લેવાનો છે. આ એક માનદ સેવા છે. TRB જવાનોનો પગાર હોમગાર્ડ કરતા ઓછો છે. આવી સ્થિતિમાં જવાનોને વધુ સારો વિકલ્પ મળે ત્યારે તેઓ સેવા છોડી દે છે. જોકે કેટલાક TRB જવાનો જણાવ્યું કે તેમને રોજનું 300 રૂપિયાનું માનદ વેતન મળે છે. ઘણી વખત તેને રજા લેવી પડે છે તેથી તેને મહિનામાં પૂરા નવ હજાર પણ મળતા નથી. આવી સ્થિતિમાં ઘણા જવાનોને પાર્ટ ટાઈમ નોકરી કરીને ઘર ચલાવવું પડે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *