થાઇલેન્ડથી સૂરત આવી દેહ વ્યાપાર કરાવતી વોન્ટેડ મહિલાની ક્રાઇમબ્રાન્ચે કરી ઘરપકડ
દેહવ્યાપારના ૩ ગુનામાં વોન્ટેડ મહિલા ક્રાઇમ બ્રાન્યના હાથે ઝડપાઇ : થાઇલેન્ડથી દેહ વ્યાપાર કરાવવા આવી હતી સુરત
• સ્પા મસાજ પાર્લર, કોરલ પ્રાઈમ સ્પા મસાજ પાર્લર તથા થાયા સ્પામાં લલનાઓ લાવી દેહવ્યાપાર કરાવતી હતી
થાઈલેન્ડ થી સુરત આવી શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ ખાતે સ્પાની આડમાં મસાજ પાર્લરમાં લલનાઓ બોલાવી દેહવ્યાપાર કરાવતી થાઈલેન્ડની મહિલાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.થોડા સમય પહેલા થાઈલેન્ડ ભાગી ગયા બાદ ફરી એક મહિના પહેલા સુરત આવેલી મહિલાને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડી છે.
અગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ કમિશ્નર દ્વારા સ્પેશિયલ કડક સૂચના આપવામાં આવી છે. જેને પગલે શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી વીઆર મોલ પાસે ઊભેલી અને દેહવ્યાપારના ગુનામાં વોન્ટેડ મહિલાને ઝડપી પાડી હતી.ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયેલી આ મહિલા આરોપીનું નામ ફાટયાડા ઉર્ફે સ્માઈલી કીડફોખીનકનને જે મૂળ થાઇલેન્ડની અને હાલ સુરતના નાનુપૂરા ખાતે રહે છે.
ઉમરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા અલગ અલગ સ્પા મસાજ પાર્લર તથા કોરલ સ્પા મસાજ પાર્લર, થાયા સ્પા મસાજ નામના પાર્લરોમાં મસાજ ના નામે બહારથી આવતી લલનાઓને પહોંચાડી દેહવ્યાપાર કરાવતી આ મહિલા ઉમરા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનામાં વોન્ટેડ હતી. જે મહિલા આરોપી મૂળ થાઈલેન્ડની રહેવાસી છે અને વર્ક વિઝા લઈ સુરત શહેરમાં આવી સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી. થોડા સમય પહેલા આ મહિલા પરત થાઈલેન્ડ જતી રહી હતી જો કે એક મહિના અગાઉ ફરી સુરત આવતા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તેને બાતમીને આધારે ઝડપી પાડી ધરપકડ કરી છે.