ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની સાથે દુબઇ-સિંગાપોરની ફ્લાઇટને લઈને સી.આર.પાટીલે આપ્યા આ સંકેત
સુરતને (Surat) દિલ્હી સાથે જોડતી એરએશિયાની ડેઇલી ફ્લાઇટને ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લીલીઝંડી આપી હતી. આ સાથે જ લોકસભા સંસાદ દર્શના જરદોષ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. આ સાથે જ સુરતને કલકત્તા અને બેંગ્લોરને જોડતી ફ્લાઇટો પણ શરૂ થઇ છે. સુરત દિલ્હી વચ્ચેની પ્રથમ ફૂલાઇટ ટાટા ગ્રૂપની સૌથી મહત્ત્વની ગણાતી પાયોનિયર લાઇટ સાથે ઇનોગ્રેશન કરાયું હતું. ત્રણ માર્ચે ટાટા ગ્રૂપના ફાઉન્ડર જમશેદજી નસરવાનજી ટાટાનો જન્મદિવસ હતો અને તેઓની આ જન્મદિવસની ઉજવણી સુરત દિલ્હીની ફ્લાઇટ શરૂ કરીને કરવામાં આવી હતી.
દિલ્હી, કલકત્તા અને બેંગ્લોરની સાથે સાથએ સુરતને હવે સિંગલ ટ્રીપમાં જબાન્ડોગરા, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગૌહાટી, ગોવા, હૈદરાબાદ, જયપુર, કોચી, લખનૌ, રાંચી, શ્રીનગર અને વિશાખાપટનમ સહિતની કનેક્ટીવીટી મળશે. આ પ્રસંગે એરએશિયા ઇન્ડિયાના ચીફ કમર્શિયલ ઓફિસર અંકુર ગર્ગએ કહ્યું કે, “સુરત ભારતમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં શહેરો પૈકીનું એક છે અને ભવિષ્યની વૃદ્ધિ માટે મોટા પાયે સંભવિતતા ધરાવે છે. આ વિસ્તારની સતત આર્થિક વૃદ્ધિ અને એની સાથે પ્રવાસનની મોટી સંભવિતતા છે.
પ્રથમ દિવસે તમામ 180 સીટો ફુલ થઇ
જાણકારોના કહેવા પ્રમાણે સુરતથી દિલ્હી વચ્ચેની આજની પ્રથમ ફૂલાઇટમાં તમામ ૧૮૦સીટો ફૂલ થઇ હતી, આ ઉપરાંત કલકત્તા અને બેંગ્લોરની ફ્લાઇટમાં પણ વધુ બુકીંગ મળ્યું હોવાનું એરએશિયાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો આ ત્રણેય લાઇટને વધુને વધુ ટ્રાફિક મળશે તો આગામી દિવસોમાં સુરતને અન્ય કનેક્ટીવીટી પણ મળે તેવી શક્યતા છે.
સુરતને એરએશિયા ઇન્ડિયાનાં આગામી ડેસ્ટિનેશન માટે આદર્શ પસંદગી બનાવે છે. સુવિધાજનક સમય પર 21 વીકલી ડાયરેક્ટ ફ્લાઇટ સુરતને બેંગાલુરુ, દિલ્હી અને કોલકાતા સાથે જોડશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર.પાટીલે કહ્યું હતું કે, વિશ્વનાં સૌથી મોટા ડાયમંડ બુર્સના નિર્માણનું કામ પૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે. એ સાથે સુરત એરપોર્ટથીદુબઇ સહિતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરાશે. ડાયમંડ બુર્સ સુરતને ઇન્ટરનેશનલ ફ્લાઇટ અપાવશે.