વરાછા પે એન્ડ યુઝ શૌચાલયમાંથી ભ્રુણ મળવાની ઘટનામા પ્રેમી યુગલની ધરપકડ, કસુવાવડ થતાં ભ્રુણ ફેંક્યો હોવાનો ઘટસ્ફોટ
વરાછા પાટીચાલ ઝૂપડટ્ટીમાં આવેલા પાલિકાના પે એન્ડ યુઝ ટૉઈલેટમાંથી ત્રણેક દિવસ પહેલા ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.જોકે વરાછા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન પોલીસને સફળતા પણ મળી હતી અને પોલીસે ત્યાં જ રહેતા પ્રેમીયુગલની હતી.બને ધરપકડ કરી પુછપરછમાં જાણવા મળ્યું હતું કેતેઓએ શરીર સંબંધ બાંધ્યા હતા અને યુવતીને ગર્ભ રહી ગયો હતો.કસુવાવડ થયા બાદ જન્મેલા ભૃણને ટોઇલેટમાં નાખી આવ્યા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વરાછા પોલીસે પાટિચાલ ઝુપડપટ્ટીમાં રહેતા ૨૨ વર્ષીય અશોક કુમાર રામ કુમા૨ વર્મા અને તેની ૧૯ વર્ષીય પ્રેમિકા સંગીતાની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું હતું કે આરોપી પ્રેમી યુગલ છે અને આજુ બાજુમાં રહે છે તેઓની પુછપરછ કરતા બન્ને કબુલ્યુ હતું કે બન્ને વચ્ચે પ્રેમ સંબધો છે.આગામી દિવસોમાં બન્ને લગ્ન પણ કરવાના છે.જોકે તેઓ વચ્ચે શરીર સંબંધ બંધાયો હતો.ત્યાર બાદ યુવતીને ગર્ભ રહી ગયો હતો તે દરમિયાન કસુવાવડ થઇ જતા જન્મેલા ભૃણને નજીકમાં આવેલા પે એન્ડ યુઝ ટોઇલેટમાં નાખી આવ્યા હતા .બને આ વાતને કબૂલી લેતા બન્નેની ધરપક કરવામાં આવીછે.