Surat:બે વર્ષની બાળકીનું અપહરણ કરનાર દંપતી ઝડપાયુ,ગર્ભપાત બાદ સંતાન ન થતા કર્યું અપહરણ

0
  • વિધવાની પૂત્રીનું અપહરણ થયું હતું 
  • નિઃસંતાન વસાવા દંપતી બાળાને લઈ ગયું હતું 
  • જોળવા ગામ પાસેથી દંપતી પકડાયું

મહિધર પૂરા પોલીસ મથક હાડ વિસ્તારમાં રૂવાળા ટેકરા પાસે ફૂટપાથ પર રહેતી દેવીપુજક વિધવા મહિલાની બે વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ જનાર દંપતીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે પલસાણા તાલુકાના જોળવા ગામ પાસેથી ઝડપી પાડી અપહરણ કરાયેલ બાળકીનો કબજો તેની માતાને સોપ્યો હતો.

પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ભાગળ ચાર રસ્તા પાસેના રૂવાળા ટેકરા ખાતે આવેલ વિષ્ણુ જ્વેલર્સ નામની દુકાનની બહાર ફૂટપાથ પર રહેતી શારદાબેન ધીરુભાઇ દેવીપુજક નામની વિધવા તેની દોઢ વર્ષીય પારકી સાથે રહે છે બે દિવસ પહેલા સવારના આઠેક વાગ્યાના અરસામાં શારદાબેન દેવીપુજક તેની સાથે ફૂટપાથ પર રહેતી અને અવારનવા૨ બાળકીને રમાડતી રેખાબેન નામની મહિલાને થોડીવાર ધ્યાન રાખવાનું કહીને બાથરૂમ માટે ગઇ હતી તે વખતે બાળકીનું અપહરણ કરી લઇ જતા આ અંગેની ફરિયાદ મહીધરપુરા પોલીસ મથકે નોંધાઇ હતી

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમી આધારે કડોદરા – બારડોલી રોડના પલસાણા તાલુકાના જોળવા ગામ પાટિયા પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળકીનું અપહરણ કરી જનાર મહિલા રીટાબેન ઉર્ફે રેખા વસાવા (ઉવ.૩૨) તથા તેના પતિ મનીષ ઉર્ફે બાકો સોમાભાઇ વસાવા બંને (૨હે વિષ્ણુ જ્વેલર્સની બહાર ફૂટપાથ પર રૂવાળા ટેકરા મૂળ રહે. નેત્રંગ તાલુકો,વાલીયા જીલ્લો,ભરૂચ)ને ઝડપી પાડી અપહરણ કરાયેલ બાળકીનો કબજો તેની માતાને સોપ્યો હતો. બાળકીનું અપહરણ કરી લઇ જનાર રેખાએ તેણે અગાઉ સાત મહિનાનો ગર્ભ હતો પરંતુ મજૂરી કામ કરતી વખતે પડી જવાના કારણે ગર્ભપાત થઇ ગયો હતો ત્યારબાદ તેને કોઇ સંતાન નહીં હોવાથી તેને સંતાન સુખ મેળવવા માટે તેની ફૂટપાથ ઉપર સાથે રહેતી વખતે પરિચયમાં આવેલ શારદાબેન દેવીપુજક બાળકીનુ ધ્યાન રાખવાનું કહીને ગઇ હતી તે તકનો લાભ લઇ રેખા વસાવા તેના પતિ મનીષ ઉર્ફે બાકો સાથે મળીને બાળકીનું અપહરણ કરી લઇ ગયા હતા અને બંને કડોદરાબારડોલી હાઇવે રોડના જોળવા ગામ પાસે વતન નેત્રંગ જવા માટે વાહનની રાહ જોતા હતા તે વખતે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયા હતા. આ અંગે વધુ તપાસ મહીધરપુરા પોલીસ કરી રહી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *