તામિલનાડુમાં ટ્રેનમાં ભીષણ આગની ઘટનામાં કોચ બળીને ખાખ : અત્યારસુધી 8 લોકોના મોત

Coach burnt to death in train fire incident in Tamil Nadu: 8 dead so far

Coach burnt to death in train fire incident in Tamil Nadu: 8 dead so far

તમિલનાડુમાં(Tamilnadu) શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. મદુરાઈ રેલવે સ્ટેશન પાસે એક ટ્રેનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે માહિતી આપતાં મદુરાઈમાં રેલવે અધિકારીઓએ જણાવ્યું કે લખનઉથી રામેશ્વરમ જતી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ સવારે લગભગ 5.15 વાગ્યે લાગી હતી. આ દરમિયાન ટ્રેનને મદુરાઈ યાર્ડ જંક્શન પર રોકી દેવામાં આવી હતી. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

આઠના મોત, 4 ઘાયલ

આ અકસ્માતમાં શરૂઆતમાં બે લોકોના મોત થયા હતા, પરંતુ હવે મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. આ પાંચેય ઉત્તર પ્રદેશના જણાવવામાં આવી રહ્યા છે. તે જ સમયે, અકસ્માતમાં ઘાયલ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલ્વે વિભાગે માત્ર તે કોચને અલગ કર્યા છે જ્યાં આગ લાગી હતી. બોક્સમાં ફેલાઈ ગયેલી આગને ફાયર ફાઈટરોએ સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.

ભીષણ આગમાં ટ્રેનના કોચ બળીને ખાખ

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અંદર આગનો વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ મીડિયામાં જોઈ શકાય છે કે કોચમાં ભીષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગમાં ટ્રેનનો કોચ બળીને ખાખ થઈ ગયો છે.

ટ્રેનમાં આગ લાગી

મદુરાઈ પાસે પાર્ક કરેલી લખનૌ-રામેશ્વરમ ટૂરિસ્ટ ટ્રેનના કોચમાં આગ લાગી હતી. આ ટ્રેન તિરુપતિ-રામેશ્વરમ-કન્યાકુમારી જેવા સ્થળોએ જવાની હતી. આ દરમિયાન મદુરાઈ ખાતે અચાનક આગની ઘટનાને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ફાયર વિભાગને શંકા છે કે રસોઈ બનાવતી વખતે આગ પ્રસરી હશે.

Please follow and like us: