24 કલાક માટે CNG પંપોની હડતાલ : નિરાકરણ નહીં આવે તો 16મીથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે
રાજ્યમાં(State) સીએનજી (CNG) પંપ ધારકોના મિશનના પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા સીએનજી પંપધારકો દ્વારા 24 કલાકની પ્રતિક હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળ તા.6 ફેબ્રુઆરીથી મંગળવાર તા.7 ફેબ્રુઆરી સુધી યોજાશે. 24 કલાકની પ્રતિક હડતાળમાં સુરત ડિવિઝનમાં આવેલા 160 સીએનજી પંપો જોડાશે. જે પૈકી સુરત શહેરમાં 40 જેટલા સીએનજી પંપો ચાલે છે અને પ્રત્યેક પંપ પર એક દિવસમાં અંદાજે 4 હજાર કિલો ગેસનું વિતરણ કરવામાં આવે છે.
એસોસિયેશન ઓફ ગુજરાત અને સીએનજી ફ્રેન્ચાઈઝી એસોસિયેશન દ્વારા સંયુક્ત રીતે જણાવાયું છે કે, સીએનજી યુનાઈટેડ પેટ્રોલિયમ ડિલર્સ વેચાણમાં મિશન વધારાની માગણી લાંબા સમયથી પડતર હતી. આ પ્રશ્નનો ઉકેલ માટે કંપની તરફથી ભૂતકાળમાં આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ તેનો યોગ્ય નિરાકરણ નહીં આવતા હવે સીએનજી પંપધારકો દ્વારા એક દિવસની પ્રતિક હડતાળ પાડી સીએનજી વેચાણ બંધનું એલાન કરવામાં આવ્યું છે. જે મુજબ સુરત ડિવિઝનના 160 જેટલા સીએનજી સ્ટેશનો સોમવાર તા.6 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યાથી મંગળવાર તારીખ 7 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે.
એસોસિયેશને વધુમાં જણાવ્યું હતું કે જો એક દિવસની પ્રતીક હડતાલ બાદ પણ સીએનજી પંપ ધારકોની માંગણીઓનું યોગ્ય સમાધાન નહીં કરવામાં આવે તો 16 ફેબ્રુઆરીથી સીએનજી પંપ ધારકો તારીખ 16 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દની હડતાલ પર ઉતરશે.