Clock Tower બનશે Smart ઉધના સ્ટેશનનું આઇકોન ટાવર
ઉધના (Udhna ) સ્ટેશનની બહાર જે ક્લોક ટાવર બનાવવામાં આવી રહ્યો છે તે સ્માર્ટ(Smart ) ઉધના રેલવે સ્ટેશનનું આઇકોન હશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, તે ઉધના સ્ટેશનની મુખ્ય ઇમારતની પૂર્વમાં ફરતા વિસ્તારમાં બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે સેન્ટ્રલ કોન્કોર્સમાં મુસાફરો માટે આધુનિક અને સ્માર્ટ સુવિધાઓ હશે. રેલ્વે પ્રશાસનના જણાવ્યા અનુસાર, પૂર્વમાં PRS, RPF બેરેક તોડી પાડવાનું અને સ્ટેશન બિલ્ડિંગ અને RPF ક્વાર્ટરનું બાંધકામ શરૂ થઈ ગયું છે.
સુરત અને ઉધના રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની યોજના ઘણા સમયથી કોલ્ડ સ્ટોરેજમાં પડી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA)ની દેખરેખ હેઠળ રિડેવલપમેન્ટનું કામ શરૂ કર્યું છે. પ્લેટફોર્મ પર વધુ ભીડ ન થાય તે માટે, 2440 ચો.મી.માં કોનકોર્સ (પ્રતીક્ષા વિસ્તાર)ની જોગવાઈ હશે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો માટે રેમ્પ, લિફ્ટ, ફ્લોર, શૌચાલય, બ્રેઇલ ચિહ્નો અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિવ્યાંગો માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા માટે પેનિક અને હેલ્પ બટન પણ હશે.
અધિકારીઓએ જણાવ્યું કે સ્ટેશનને આર્કિટેક્ચરલ એમ્બિયન્સ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. મુખ્ય સ્ટેશન બિલ્ડીંગની પૂર્વ દિશામાં ફરતા વિસ્તારમાં બનાવવામાં આવનાર ક્લોક ટાવર ઉધના સ્ટેશનનું આઇકોન હશે. આ પ્રોજેક્ટ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી બાંધકામ તેમજ સંચાલન અને જાળવણી દરમિયાન ઉર્જાનો વપરાશ ઓછો થાય. આ સાથે ગાર્બેજ પ્રોસેસિંગ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સહિતના અન્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
સોલાર પાવર પેનલ લગાવવામાં આવશે
ઉધના રેલ્વે સ્ટેશન પર સૌર ઉર્જા ઉત્પાદન માટે પૂર્વ દિશામાં ઈમારતો અને સબ સ્ટેશનો હશે. 245 kW ની ક્ષમતા ધરાવતી પેનલ્સ આધુનિક PV સેલ, BIPV (બિલ્ડિંગ ઈન્ટિગ્રેટેડ ફોટો વોલ્ટેઈક), રૂફટોપ પેનલ્સનો ઉપયોગ કરીને સ્થાપિત કરવામાં આવશે. અધિકારીઓએ માહિતી આપી હતી કે તમામ 5 પ્લેટફોર્મને આવરી લેતા 240 મીટરની લંબાઈમાં છત બનાવવામાં આવશે.