કેન્દ્ર સરકારે હજ માટે VIP ક્વોટા નાબૂદ કરવાનો લીધો નિર્ણય
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ (Smriti Irani ) બુધવારે જણાવ્યું હતું કે સરકારે(Government ) ઉચ્ચ બંધારણીય હોદ્દા ધરાવતા લોકો અને લઘુમતી બાબતોના મંત્રાલયમાં ઉપલબ્ધ હજ ક્વોટાને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ ‘વીઆઈપી કલ્ચર’ને ખતમ કરવાના પ્રયાસના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોંગ્રેસની ટીકા કરતા લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ ક્વોટા કોંગ્રેસની યુપીએ સરકાર વખતે લાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “પીએમ મોદી પહેલા દિવસથી જ VIP ક્વોટા સમાપ્ત કરવાની તેમની પ્રતિબદ્ધતા પર અડગ છે.” તેમણે કહ્યું કે આ ક્વોટા 2012માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેના હેઠળ 5,000 સીટો હતી અને ‘સરકારમાં જાણીતા નામ ધરાવતા લોકોને આ કેટેગરીમાં સીટો મળતી હતી’. તેમણે કહ્યું કે હજ કમિટીને આ ક્વોટા નાબૂદ કરવા માટે વિનંતી કરવામાં આવી હતી અને રાજ્ય સમિતિઓ તેના માટે સંમત થઈ છે.