પ્રેમ લગ્નનો કરુણ અંજામ: સુરતના લિંબાયતમાં ભાઈએ બહેની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી
સુરતના લિંબાયત વિસ્તારમાં હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં પરિવારની વિરુદ્ધમાં કોર્ટ મેરેજ કર્યા બાદ પ્રેમી સાથે વિધિવત રીતે લગ્ન કરનાર બહેનની પિતરાઈ ભાઈએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસનો કાફલોસ થર્ડ પર પહોંચ્યો હતો અને હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરતના લિંબાયત વિસ્તારમા રહેતા જીતેન્દ્ર મહાજન અને કલ્યાણી પાટીલ વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો પરંતુ બંને ના સમાજ અલગ હોવાથી યુવતીનો પરિવાર આ પ્રેમ સંબંધની વિરુદ્ધ હતો. જેથી બંને એ પરિવારની વિરુદ્ધ જઈ જીતેન્દ્ર અને કલ્યાણીએ એક મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા. અને કોર્ટ મેરેજ કર્યાના એક મહિના બાદ યુવક યુવતીએ વિધિવત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.જે માટે યુવકનો પરિવાર પણ રાજી હોય યુવકના પરિવારે લગ્નનું આયોજન કર્યું હતું. લિંબાયત વિસ્તારના આરડી ફાટક પાસે આવેલ રામેશ્વર સોસાયટીમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આજરોજ બંનેના લગ્ન હતા અને ગઈકાલ સાંજના એટલે કે 26 જૂન ના રોજ હલ્દી સેરેમની હતી. લગ્ન પૂર્વે ની હલ્દી ની વિધિમાં વરરાજા જીતેન્દ્ર મહાજનના પરિવાર અને સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા અને દરેક લોકો પ્રસંગ માણી રહ્યા હતા તે દરમિયાન અચાનક દુલ્હનનો પિતરાય ભાઈ મોનું પાટીલ ત્યાં આવી પહોંચ્યો હતો અને કલ્યાણી પાટીલ પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.
લગ્ન મંડપમાં હાજર લોકો કંઈક સમજે તે પહેલા જ ુલ્હનના પિતરાય ભાઈ મોનું પાટીલ એ ચપ્પુ વડે હુમલો કરતા દુલ્હન લોહીથી લથપથ થઈ ઢળી પડી હતી. બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ ત્યાં હાજર લોકોએ મોનુ પાટીલને પકડી લીધો હતો જોકે લોહીથી લગભગ કળશ થી દુલ્હનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી તે પહેલા જ તે મોતને ભેટી હતી.
ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દુલ્હનની હત્યા કરનાર પિતરાઈ ભાઈ મોનું પાટીલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.