સોપારીની રાખ વડે ચમકાવો પીળા દાંત : પેઢાની સમસ્યા પણ થઇ જશે દૂર
મોટાભાગના લોકોને સોપારી ખાવાનું પસંદ હોય છે, આ ઉપરાંત કેટલાક લોકો એવા હોય છે જેમને શેકેલી(Roasted) સોપારી ખાવાનું પસંદ હોય છે. જેથી આ સોપારી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ તે આપણા દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો દાંતની સમસ્યાથી પીડાય છે. તેથી દાંતની આ સમસ્યાઓને દૂર કરવા માટે સોપારી ફાયદાકારક છે. હવે તમે વિચારતા હશો કે સોપારીથી દાંત કેવી રીતે સાફ કરી શકાય.
દાંત માટે સોપારીનો પાઉડર બ્રશ કરવાથી ઘણા ફાયદા થાય છે. તેનો એક ફાયદો એ છે કે તે તમારા પીળા દાંતને સાફ કરવામાં મદદ કરે છે. સોપારીમાં અમુક ગુણો હોય છે જે તમારા પીળા દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તેથી જો તમે તમારા દાંત પર સોપારીનો પાઉડર ઘસો છો, તો તે તમારા દાંત પરનો પીળો પડ દૂર કરે છે અને તમારા દાંતને મોતીની જેમ ચમકવા માટે મદદ કરે છે.
મોટાભાગના લોકોને શ્વાસની દુર્ગંધ આવે છે. તેથી આ દુર્ગંધની સમસ્યાને ઓછી કરવા માટે સોપારીનો પાવડર ઘસો. સોપારીના પાવડરથી તમારા દાંત સાફ કરવાથી શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે. સોપારીના પાઉડરથી તમારા દાંત સાફ કરવાથી પણ તમારું મોં સાફ થાય છે અને શ્વાસની દુર્ગંધથી બચે છે.