PM મોદીના 73માં જન્મદિવસને ખાસ બનાવશે BJP : સેવા પખવાડિયાની કરશે ઉજવણી
ભારતીય જનતા પાર્ટી(BJP) દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવે છે. આ વર્ષે 17 સપ્ટેમ્બરે PM મોદીનો 73મો જન્મદિવસ (PM Modi Birthday) ઉજવવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના વડા જેપી નડ્ડાએ પાર્ટીના સાંસદોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરે દેશભરમાં ‘સેવા પખવાડા’નું આયોજન કરવા જણાવ્યું છે.
મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નડ્ડાએ સાંસદો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી અને કહ્યું હતું કે ‘સેવા પખવાડિયું’ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને મહાત્મા ગાંધીની જન્મજયંતિ 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. સાંસદોને રક્તદાન શિબિર અને સ્વચ્છતા અભિયાન સહિત તેમના વિસ્તારોમાં લોકોની સેવા કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સાંસદોએ તેમના વિસ્તારના ગામોની મુલાકાત લેવી જોઈએ: જેપી નડ્ડા
સૂત્રોએ જણાવ્યું કે સાંસદોને આયુષ્માન ભારત યોજના માટે લાયકાત ધરાવતા લોકોને જો તેમની પાસે કાર્ડ ન હોય તો તેમને મેળવવામાં મદદ કરવા પણ કહેવામાં આવ્યું હતું. તેમને ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન દ્વારા લોકો સાથે વાતચીત કરવા અને ગામડાઓની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું હતું. પાર્ટીએ ગયા વર્ષે 17 સપ્ટેમ્બરથી એક પખવાડિયા માટે ‘સેવા પખવાડિયા’ની પણ ઉજવણી કરી હતી. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં થયો હતો.