પીએમ મોદીના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર સુધી સેવાકીય પ્રવૃતિઓ કરશે ભાજપ
આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી(BJP) દ્વારા સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગર પરિવાર દ્વારા પણ આ વખતે ભવ્ય રીતે સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, વડાપ્રધાન પોતાનો જન્મદિવસ સેવા કરીને ઉજવે છે, તેવી જ રીતે ભાજપના કાર્યકરો પણ તેમના જન્મદિવસે સેવાકીય પ્રવૃતિઓ કરે છે. આ વખતે 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એક દિવસ સેવાના બદલે સેવા પખવાડા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ભાજપના જિલ્લા એકમો રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા લોકોને સેવા આપશે. સેવા પાઠવાડી દરમિયાન રક્તદાન કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ, આરોગ્ય શિબિર, દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ, સુપોષણ અભિયાન જેવા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 25મી સપ્ટેમ્બરે “પંડિત દિનદયાલજી જયંતિ” અને 02મી ઓક્ટોબરે “મહાત્મા ગાંધી જયંતિ” પણ લોકસેવા પ્રવૃતિઓ દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવશે.