સુરત મનપા માં 50 જેટલા ફાર્મ હાઉસમાં ઓછી આકરણી બતાવવાનું કૌભાંડ થયું હોવાનો ભાજપનાં કોર્પોરેટરની આક્ષેપ

0

સુરત મનપા માં 50 જેટલા ફાર્મ હાઉસ માં ઓછી આકરણી બતાવવાનું કૌભાંડ: ભાજપના જ કોર્પોરેટરે 11 પ્લોટની યાદી સાથે મ્યુ. કમિશનરને કરી ફરિયાદ

સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમા આકારણી વિભાગમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ભાજપનાં નગર સેવક દ્વારા આક્ષેપો કરાયા છે.સ્થાનિક નગર સેવક નરેન્દ્ર પાંડવ દ્વારા આ અંગે મનપા કમિશનરને ફાર્મ હાઉસ ના લિસ્ટ સાથે ફરિયાદ કરવામાં આવી છે.

મોટા માથાઓના ફાર્મ હાઉસ માં આકારણી ઓછી બતાવીને મનપાની તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન કરાયું હોવાની ફરિયાદ સામે આવી છે.એક તરફ પ્રજા પર 300 કરોડનો વેરા વધારાનો બોજો બીજી તરફ અધિકારીઓ અને મોટા માથાઓ દ્વારા ફાર્મ હાઉસની આકારણી ઓછી બતાવવાનો ખેલ પાડી કરોડો રૂપિયાનો મનપાને ચૂનો ચોપડવા માં આવી રહ્યાનો આક્ષેપ ભાજપના જ કોર્પોરેટર દ્વારા કરાયો છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટની પાલિકા દફતરે થઇ રહેલી નોંધણીમાં મસમોટો ખેલ કરાયો હોવાની બુમરાણ ઊઠી છે. જમીનના કુલ ક્ષેત્રફળને બદલે આંશિક એરિયા દર્શાવી અલબત્ત ઓછી આકારણી બતાવી મોટી રકમનો ખેલ થઇ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. પાલિકાના ઝોન કક્ષાએ આકારણી વિભાગમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ સાથે મળતિયાઓએ મોટી રકમની સોદાબાજી કરી કુલડીમાં ગોળ ભાંગ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. કતારગામ વિસ્તારના જ અનેક ફાર્મહાઉસ કે પાર્ટી પ્લોટનું ક્ષેત્રફળ આકારણી દફતરે ઓછું દર્શાવી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડાયું છે. ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે શહેરના કેટલાક જાણીતા માથાઓની માલિકીના પાર્ટી પ્લોટની યાદી સાથે મ્યુ. કમિશનરને ફરિયાદ કરતા માહોલ ગરમાયો છે.

પાલિકાનું વહીવટી તંત્ર સરકારી તિજોરી ભરવા અર્થાત આવકના નવા સ્ત્રોત ઊભા કરવા દિવસ-રાત માથાપચ્ચી કરી રહ્યું છે. આ મથામણ વચ્ચે વિવિધ ઝોનમાં ફરજ બજાવતા કેટલાક મળતિયા કર્મચારીઓ પાર્ટી પ્લોટના કરોડપતિ માલિકો સાથે બંધ બારણે હાથ મિલાવી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવા કારસો ઘડ્યો છે.

બદલામાં પાર્ટી પ્લોટના માલિકો દ્વારા તેમના ખિસ્સા ભરવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઇ ઉઠ્યો છે. જેને પગલે પાલિકાની તિજોરીને વર્ષે દહાદે તગડી રકમનું નુકસાન થઇ રહ્યું છે. શુભ પ્રસંગ માટે એક દિવસ પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે લાખો રૂપિયાની વસૂલાત થઇ રહી છે. મોટી રકમ એડવાન્સમાં લેવામાં આવી રહી છે. બીજી તરફ પાલિકાને ટેક્સની પૂરેપૂરી રકમ ભરપાઇ કરવામાં લેન્ડલોર્ડ દ્વારા મોઢું સંતાડવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી આ પ્રેક્ટિસનો કતારગામ ઝોનમાં ભાંડો ફૂટ્યો છે. આને કારણે વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઇ હોવાનું જાણવા મળ્યું છે

પાલિકાના કતારગામ ઝોન દ્વારા ચાલી રહેલી તપાસમાં આકારણી દફતરે ઓછું ક્ષેત્રફળ દર્શાવી નોંધણી કરી દેવાયેલા ૪૦ પ્લોટ શોધી કાઢવામાં આવ્યા છે. હજી પણ તપાસ આગળ વધી રહી છે. મને સ્થાનિક પ્રજા તરફથી આ દિશામાં ફરિયાદ મળી રહી છે. ફરિયાદમાં કેટલાક જાણીતા પાર્ટી પ્લોટના નામ પણ સામેલ છે. મળતિયાઓ સાથે મળી ઓછી આકારણી દર્શાવી પાલિકાને મોટી રકમનું નુકસાન કરી રહેલા પાર્ટી પ્લોટ હોલ્ડરોની યાદી તાજેતરમાં મ્યુ. કમિશનરને સુપ્રત કરી છે. નામજોગ લિસ્ટ આપવામાં આવ્યું. હોવાનું કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે જણાવ્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *