Big Breaking : વાયુસેનાના બે ફાઈટર પ્લેન ક્રેશ

0
Big Breaking: Two Air Force fighter planes crash

Big Breaking: Two Air Force fighter planes crash

વાયુસેનાના બે ફાઈટર(Fighter) જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 મોરેના પાસે ક્રેશ(Crash) થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં કવાયત ચાલી રહી હતી.

મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા. માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં કવાયત ચાલી રહી હતી. રક્ષા મંત્રીએ આ ઘટના અંગે વાયુસેના પ્રમુખ સાથે વાત કરી છે.

માહિતી આપતાં મુરેનાના કલેક્ટરે જણાવ્યું કે જેટ પ્લેન સવારે સાડા પાંચ વાગ્યે ક્રેશ થયું હતું. બંને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. દુર્ઘટના બાદ એરફોર્સે મામલાની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીની સ્થાપના કરી છે. જે જોશે કે બંને વિમાનો એકબીજા સાથે અથડાયા કે અન્ય કોઈ કારણથી. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે સુખોઈ 30માં બે પાઈલટ હતા જ્યારે મિરાજ 2000માં એક પાઈલટ હતો. કહેવામાં આવી રહ્યું છે કે 2 પાયલટ સુરક્ષિત છે જ્યારે એરફોર્સનું એક હેલિકોપ્ટર ત્રીજા પાયલટના સ્થાન પર પહોંચી રહ્યું છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ યુપીના આગ્રાથી ઉડતું હેલિકોપ્ટર રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં ક્રેશ થયું હતું. ગર્વની વાત છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્લાન ક્રેશ થયો નથી. જિલ્લા કલેક્ટર આલોક રંજને જણાવ્યું કે, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું. પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *