થઇ જાઓ સાવધાન ! એક્સિડન્ટ થયું હોવાના નામે લૂંટ કરવાની નવી તરકીબ આવી સામે
માર્ગ અકસ્માતનું બહાનું બનાવી લૂંટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતમાં (Gujarat) આ પ્રકારે લૂંટની ઘટનાઓ જોવા મળી રહી છે. આ ઘટના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં IIM-A બ્રિજ પાસે બની હતી. ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી વિગત મુજબ અમદાવાદના IIM રોડ પર આંગડિયા પેઢીના કર્મચારીની લૂંટ થઈ હતી. વેજલપુરમાં રહેતા વિજય ગોહેલ ઈન્ફ્રાસ્ટ્રક્ટર કંપનીમાં એકાઉન્ટન્ટ છે. કંપનીને ફોન આવ્યો કે કંપનીની 25 લાખની કિંમતની આંગડિયા આવી ગઈ છે. તે રોકડ લઈને પોતાના વાહનમાં આઈઆઈએમએ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
ત્યારે જ ગુનો આચરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ લૂંટમાં એક મહિલાની પણ સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે. બાઇક પર આવેલા પુરુષ અને મહિલાએ અકસ્માતના બહાને ઝઘડો કર્યો હતો. તેણે વારંવાર પૂછ્યું કે અકસ્માત કેમ થયો. ત્યારબાદ તેઓ કર્મચારીના હાથમાંથી પૈસા ભરેલી બેગ છીનવીને ભાગી ગયા હતા.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જોકે, આ લૂંટની ઘટનામાં પોલીસને કાવતરું હોવાની આશંકા છે.