WPL 2023: અંતિમ લીગ મેચમાં બેંગલોર હાર્યું, મુંબઈનો ચાર વિકેટે વિજય
અંતિમ લીગ મેચમાં બેંગલોર હાર્યું, મુંબઈનો ૪ વિકેટે વિજય
બેંગલોર માટે હવે ટુર્નામેન્ટનો અંત આવી ગયો છે કેમ કે છ ટીમની ટુર્નામેન્ટમાં તે ચાર પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે તો એટલાં જ પોઇન્ટ સાથે ગુજરાતની ટીમ છેલ્લા ક્રમે છે.વિમેન્સ પ્રીમિયર લીગની ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મંગળવારે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે છેલ્લી ઓવરની થોડી રસાકસી બાદ ચાર વિકેટે રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. આ સાથે મુંબઈની ટીમ ૧૨ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં મોખરે રહ્યું છે. હવે તે સીધો ફાઇનલમાં પ્રવેશ કરે છે કે તેને એલિમિનેટરમાં રમવાનું થશે તેનો નિર્ણય બુધવારે જ રમાનારી અન્ય લીગ મેચમાં દિલ્હીના પરિણામ પર આધાર રહેશે. જોકે વિકેટના ભોગે લક્ષ્યાંક વટાવી દીધો હતો.
મંગળવારે બપોરે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બેંગલોરને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. બેંગલોરે તેની ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૨૫ રન નોંધાવ્યા હતા જેના જવાબમાં એક સમયે મુંબઈ ઇન્ડિયન્સે વિકેટો ગુમાવી હતી પરંતુ તેની તેના રનરેટ પર અસર પડી ન હતી કેમ કે અંતે મુંબઈએ ૧૭મી ઓવરમાં જ મુંબઈ માટે એમેલિયા કેરે શાનદાર બેટિંગ કરીને ૨૭ બોલમાં ચાર ચોગ્ગા સાથે અણનમ ૩૧ રન ફટકાર્યા હતા તો ઓપનર યાસ્તિકા ભાટિયાએ પ્રારંભમાં આક્રમક બેટિંગ કરી હતી અને ૨૬ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગાનો સમાવેશ થતો હતો. ઓપનર હેલી મેથ્યુઝે પણ અગાઉ બેંગલોરની ઇનિગ્સમાં સ્મૃતિ મંધાનાએ આક્રમક પ્રારંભ કર્યો હતો. તેણે ત્રણ ચોગ્ગા અને એક સિક્સર સાથે ૨૪ રન ફટકારી દીધા હતા તો પેરીએ ૨૯ અને રિચાએ પણ ૨૯ રન કર્યા હતા.