સાંજ સુધી પ્રયાગરાજ પહોંચશે અતિક અહેમદ : અત્યારસુધી 8 વાર કાફલાને રોકવામાં આવ્યો
ઉમેશ(Umesh Pal) પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીક અહેમદને (Atik Ahmed) ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. યુપી એસટીએફની ટીમ રવિવારે સાંજે 6 વાગ્યે અતીકને લઈને ગુજરાતથી રવાના થઈ ગઈ છે. તે જ સમયે, સાબરમતી જેલમાંથી બહાર આવતાની સાથે જ અતીકે તેનું એન્કાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે આ લોકો મને મારી નાખશે. એવી ધારણા છે કે પોલીસની ટીમ આજે સાંજ સુધીમાં આતિકને પ્રયાગરાજ લઈ જશે.
અતીકના કાફલાને મધ્યપ્રદેશની શિવપુરી બોર્ડર પાસે અટકાવવામાં આવ્યો હતો. આ રીતે અત્યાર સુધીમાં આઠ વખત અતીકના કાફલાને રસ્તામાં રોકવામાં આવ્યો છે. આ દરમિયાન અતીક કારમાંથી બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન પત્રકારોએ અતીકને પ્રશ્નો પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.
યુપી પોલીસ બરેલી જેલ પહોંચી
ઉત્તર પ્રદેશની બરેલી જેલ પોલીસ પહોંચી ગઈ છે. અતીકનો ભાઈ અશરફ આ જેલમાં બંધ છે. પોલીસે અશરફને ઉમેશ પાલ હત્યા કેસમાં પણ આરોપી બનાવ્યો છે. ઉમેશની પત્ની જયા પાલે અતીક અને તેના સાગરિતો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અતીકના કાફલાને ફરી એકવાર અટકાવવામાં આવ્યો
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અતીક અહેમદના કાફલાને ફરી એકવાર રોકી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાફલાને મધ્યપ્રદેશની સરહદ પાસે રોકી દેવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં સાબરમતી અને કોટા વચ્ચે આઠ વખત કાફલો રોકાયો છે.
કારમાં જ અતીકના ખાવા-પીવાની વ્યવસ્થા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતથી પ્રયાગરાજની યાત્રા લગભગ 30 કલાકમાં પૂર્ણ થશે. અતીકના ભોજન અને પાણીની વ્યવસ્થા તેની કારમાં જ કરવામાં આવી છે. પોલીસની ટીમ વજ્ર વાહનમાં બેસી અતીક સાથે સાબરમતી જેલ રવાના થઈ હતી. બીએસપી ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ડીજીપી હેડક્વાર્ટર દ્વારા અતીકના કાફલા પર નજર રાખવામાં આવી રહી છે
વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ગુજરાતની સાબરમતી જેલમાંથી આવતા અતીકના કાફલા પર નજર રાખી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ડીજીપી હેડક્વાર્ટર પોતાના તરફથી આ સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યું છે.