Surat:પલસાણા ખાતે આઈ ડી બી આઈ બેન્કના એ ટી એમ મશીનને ગેસ કટરથી કાપી લાખોની ચોરી

0

• સ્કોર્પિયો કારમાં આવેલા ચાર થી 5 લોકો એ કરી ચોરી 

• ગેસ કટર મસીનથી એટીએમ કાપી કરી ચોરી 

• અંદાજે 17 લાખ રૂપિયા થી વધુ ની રકમ ની ચોરી 

સુરતના પલસાણા ખાતે આઇડીબીઆઇ બેન્કના એટીએમમાંથી ચોરીની ઘટના બનવા પામી છે. રાત્રિના સમયે આવેલા પાંચ જેટલા લોકોએ ગેસ કટરથી એટીએમ કાપી તેમાંથી અંદાજે 17 લાખ રૂપિયાથી વધુની રકમ ચોરી કરી હોવાનો બનાવ બનતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ સહિત એફએસએલ અને ડોગ્સ સ્કવોર્ડની ટીમ એ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે આવેલ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં આઇડીબીઆઇ બેન્કના એટીએમ મશીન માંથી ચોરી થવાની ઘટના બની છે. ગતરોજ રાત્રિના સમયે સ્કોર્પિયો કારમાં આવેલા પાંચ જેટલા ઈસમોએ આઇ ડી બી આઇ બેંકના એટીએમને નિશાન બનાવ્યું હતું. અને ગેસ કટરથી તેમણે એટીએમ મશીનને કાપી લાખોની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ ચોરોએ જે ગેસ કટરથી એટીએમ કાપ્યું તે ગેસનો બાટલો પણ અહીં જ મૂકીને ફરાર થયા હતા. અને એટીએમ માંથી લાખોની માતા ચોરી કરી 500ના દરની ચાર નોટો તેઓએ એટીએમ માં જ રહેવા દીધી હતી.

એટીએમ મશીન માંથી ચોરી થયા અંગેની જાણ થતા જ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસની સાથે એલસીબી એસઓજી એફ એસ એલ અને ડોગ સ્કવોર્ડ ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી આ અંગે હાલ પલસાણા પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *