Gujarat: વિધાનસભાની ચુંટણી જાહેર:બે તબક્કામાં થશે મતદાન

0

ચૂંટણી પંચે રાજ્યમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન થશે, જેમાં ૦૧ ડિસેમ્બરના રોજ પહેલા તબક્કામાં અને ૫ ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં ચૂંટણી થશે. હિમાચલની સાથે જ ગુજરાતની ચૂંટણીના પરિણામ પણ ૮ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ૧૦ ડિસેમ્બરના રોજ ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થશે. રાજયમાં ચૂંટલીનો કાર્યક્રમ જાહેર થઇ જતાં તાત્કાલિક અસરથી આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે.

પહેલા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન ૫ નવેમ્બરે બહાર પડશે. બીજા તબક્કાના મ નોટિફિકેશન ૧૦ નવે શર પાડવામાં આવશે. પહેલા તબક્કા માટે કોર્મ ભરવાની છેલી તારીખ ૧૪નવેમ્બર અને બીજા તબક્કા માટે ૧૭નવેમ્બર દેશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જયારે બીજી તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વોટિંગ થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પહેલા તબક્કામાં ૮૯ અનેબીજ તબક્કમાં ૯૩ બેઠકો પર મતદાન યોજાશે. આ ચૂંટણીમાં રાજ્યમાં રાજ્યમાં કુલ ૪.૯ કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે અને તેમના માટે ૫૧,૭૮૨ મતદાન કેન્દ્રો ઉભા કરાશે. રાજ્યમાં કુલ ૧૮૨ વિનસભા બેઠકો છે. જેમાં ૧૪૨ બેઠકો સામાન્ય જયારે૧૩ એસસી અને ૨૭ એસટી ઉમેદવારો માટે આરક્ષિત છે. આ ચૂંટણીમાં ફોર્મ ૧૨-૩ ભરનારા સિનિયર સિટિઝન્સને ઘેરબેઠા મતદાનની સુવિધા આપવામાં આવશે. રાજ્યમાં ૮ લાખથી વધુ ૮૦ વર્ષની વય ધરાવતા મતદારો નોંધાયેલા છે.

 

આ ઉપરાંત, મતદાન કેન્દ્રો પર જો કોઈ ગેરીત થતી દેખાય તો કોઈપણ મતદાતા ચૂંટી પંચને ઓનશાઈન ફરિયાદ કરી શકશે, જેના પર તુરંત એક્શન લેવામાં આવશે. મતદાતાઓ પોતાની બેઠક પરના ઉમેદવારોને સારી રીતે ઓળખી શકે તે માટે તેમની તમામ માહિતી પણ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. જેમાં તેમની એફિડેવિટ ક્રિમિનલ રેકોર્ડ, પ્રોપર્ટીની વિગતોજોઈ શકાશે. આ ઉપરાંત, ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારોને તેની વિગતો અખબાર, સોશિપલ ડિવામાં પબ્લિશ કરવી પડશે. રાજકીય પક્ષોએ પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારની પસંદગી કેમ કરી તેનું પણ કારણ આપવું પડશે.

રાજ્યમાં ભાજપ છેલ્લા ૨૭ વર્ષથી સત્તા પર છે. જોકે, ૨૦૧૭માં તેને સૌથી ઓછી ૯૯ બેઠકો જ મળી શકી હતી. જ્યારે કોંગ્રેસને ૭૭ બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. પરંતુ ત્યારબાદ રાજયમાં થયેલી પેટાચૂંટણીઓમાં ભાજપનો દેખાવ કારો હતા તેમજ કોંગ્રેસના ૧૭ જેટલા ધારાસભ્યોએ રાજીનામાં આપતા હાલ ભાજપ પાસે ૧૧૧ જયારે કોંગ્રેસ પાસે ૯૩ બેઠકો છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *