રાહુલ ગાંધીના ભાષણ પર આસામના સીએમનો પ્રહાર : કહ્યું ભારતને બદનામ કરવાનો નિર્લજ પ્રયાસ
આસામના(Assam) મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે યુનાઇટેડ કિંગડમમાં કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલમાં પ્રવચન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ટિપ્પણી પર પ્રહારો કર્યા હતા. તેમને કહ્યું હતું કે તેમનું ભાષણ “આપણા દેશને બદનામ કરવાનો નિર્લજ્જ પ્રયાસ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાની આડમાં વિદેશી ધરતી પર ભારતનું અપમાન કર્યું છે. તેમણે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પણ પ્રહાર કર્યો કે કોંગ્રેસ નેતાએ ભારત જોડો યાત્રા દરમિયાન તેમને કહ્યું હતું કે આતંકવાદીઓને દૂરથી જોયા હતા પણ તેમને ખબર હતી કે તે તેમના પર હુમલો નહીં કરે. શ્રેણીબદ્ધ ટ્વીટમાં તેઓએ પૂછ્યું કે રાહુલ ગાંધીએ આ ઘટના અંગે સુરક્ષા એજન્સીઓને કેમ જાણ ન કરી?
હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, લે શું કોંગ્રેસનું રાહુલને બચાવવાનું પગલું હતું શું આતંકવાદીઓ સાથે તેમની ઓળખ હતી?” બીજેપી નેતાએ કહ્યું કે રાહુલ ગાંધીએ પુલવામા આતંકી હુમલાને “કાર બોમ્બ” ગણાવ્યો. જેમાં 40 જવાનો શહીદ થયા હતા. તે આપણા જવાનોનું અપમાન કરવાની હિંમત કેવી રીતે કરી? સાહેબ, તે બોમ્બ નહોતો, પરંતુ આતંકવાદી હુમલો હતો. આશ્ચર્યની વાત નથી કે તેણે પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનું નામ લેવાનો ઇનકાર કર્યો હતો. હિમંતા બિસ્વા સરમાએ પૂછ્યું, શું આ આતંકવાદીઓ સાથે કોંગ્રેસની સમજણનો ભાગ છે?
આસામના મુખ્ય પ્રધાને કહ્યું, “પહેલા વિદેશી એજન્ટો અમને નિશાન બનાવે છે! પછી વિદેશી ધરતી પર અમારા પોતાના અમને નિશાન બનાવે છે! કેમ્બ્રિજમાં રાહુલ ગાંધીનું ભાષણ બીજું કંઈ નથી, પરંતુ PM નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાની આડમાં વિદેશી ધરતી પર આપણા દેશનું અપમાન છે” તે એક બેશરમ પ્રયાસ હતો.”